05
દીકરીને માતાજીના દર્શન કરાવવાથી જરૂર આપમેળે ચાલતી થઈ જશે એવો વિશ્વાસ તેના પિતાએ વ્યક્ત કર્યો હતો. વળી વિધિની વક્રતા કહો કે દીકરીના પિતાની પરીક્ષા પણ, મધ્યપ્રદેશના રતલામથી દીકરીને સાજી થવાના ભાવ સાથે પિતા પ્રથમવાર જ પાવાગઢ આવ્યા હતા અને એ જ દિવસે મંદિર શુદ્ધિકરણ વિધિ હોવાથી ચાર વાગે મંદિર દર્શન માટે બંધ થવાનું હતું જે બાબતથી આ પરિવાર અજાણ હતો અને પાવાગઢ આવ્યા બાદ જાણ થતાં જ પરિવાર સંકલ્પ સાથે દર્શનાર્થે આવ્યો હતો જેથી રીતસર દોટ લગાવી મંદિર બંધ કરવાની અંતિમ ક્ષણોમાં માતાજીના નિજ મંદિર સુધી પહોંચી આખરે દર્શન કર્યા હતા.