રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને પડકાર, IPL વિજેતા સ્ટાર ખેલાડી પોતે કેપ્ટન બનવાની રેસમાં કૂદ્યો | headlines shreyas iyer on captainship team india rohit sharma and suryakumar yadav

0
11

Shreyas Iyer On Captainship: ભારતીય ક્રિકેટમાં ક્યારેય એવું બન્યું નથી કે ત્રણ ફોર્મેટ માટે ત્રણ અલગ અલગ કેપ્ટન જોયા હોય. જો કે, હવે આ જોઈ શકાય છે. સૂર્ય કુમાર યાદવ ટી20 ટીમનો હવાલો સંભાળી રહ્યા છે જ્યારે શુભમન ગિલને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા હજુ પણ વનડે ટીમનો કેપ્ટન છે, પરંતુ તેમના ભવિષ્ય અંગે ઘણાં સવાલો છે. આ દરમિયાન, શ્રેયસ ઐયરે કેપ્ટનશીપ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે.

કેપ્ટનશીપ જવાબદારી લાવે છે: ઐયર

એક ઇન્ટરવ્યૂ શ્રેયસ ઐયર કહ્યું કે, ‘મને કેપ્ટનશીપ ગમે છે કારણ કે હું ખેલાડીમાં જવાબદારીની ભાવના લાવું છું. કેપ્ટનશીપ પરિપક્વતા અને જવાબદારી લાવે છે. તમારી પાસેથી હંમેશા ટીમમાં શ્રેષ્ઠ રીતે યોગદાન આપવાની અપેક્ષા રાખવામાં આવે છે કારણ કે જ્યારે તમે એક ટીમ તરીકે કોઈપણ સમસ્યાનો સામનો કરો છો, ત્યારે ટીમ કેપ્ટન પાસે જાય છે. મને લાગે છે કે મને કેપ્ટનશીપનો ઘણો અનુભવ છે કારણ કે હું 22 વર્ષની ઉંમરથી કેપ્ટનશીપ કરી રહ્યો છું. મને ખુશી છે કે હું કેપ્ટનશીપ કરી શકું છું અને ટીમનું નેતૃત્વ વધુ સારી રીતે કરી શકું છું.’

આ પણ વાંચો: માત્ર 29 વર્ષની વયે ઈન્ટરનેશનલ સ્ટાર ખેલાડીની નિવૃત્તિની જાહેરાત, ક્રિકેટ જગત સ્તબ્ધ

જ્યારે ઐયરને દબાણનો સામનો કરવા વિશે પૂછવામાં આવ્યું  ત્યારે તેમણે કહ્યું, “હું ફક્ત મારા જોનમાં રહેવાનો પ્રયાસ કરું છું અને મારી સામે જે હોય છે તે કરું છું. હું શક્ય તેટલું ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરું છું. હું વર્તમાનમાં રહું છું અને પરિસ્થિતિ અનુસાર કામ કરું છું.”

શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં IPL-2025ની ફાઇનલ રમી

પંજાબ કિંગ્સે તાજેતરમાં જ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં IPL-2025ની ફાઇનલ રમી હતી. ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે પંજાબનો પરાજય થયો હતો. ઐયર એકમાત્ર એવા કેપ્ટન છે જેમણે પોતાની કેપ્ટનશીપમાં ત્રણ ફ્રેન્ચાઇઝીને આઈપીએલ ફાઇનલમાં પહોંચાડી છે અને જેના કારણે તે ભારતની વ્હાઈટ બોલ કેપ્ટનશીપની રેસમાં જોડાયા છે. દિલ્હી કેપિટલ્સે ઐયરની કેપ્ટનશીપમાં 2020માં આઈપીએલ ફાઇનલ રમી હતી. વર્ષ 2024માં કોલકાતા નાઈટ રાઇડર્સે તેમની કેપ્ટનશીપમાં ટાઈટલ જીત્યું હતું અને આ સિઝનમાં તેઓ પંજાબને ફાઇનલમાં લઈ ગયા હતા.


રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને પડકાર, IPL વિજેતા સ્ટાર ખેલાડી પોતે કેપ્ટન બનવાની રેસમાં કૂદ્યો 2 - image

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here