- સભાસદોએ લેખિત માફી માગી ભેળસેળ ન કરવા ખાતરી આપી
- અમૂલ ડેરીની ટીમ દ્વારા તપાસ કરાતા દૂધમાં ભેળસેળ જણાઈ
- સભાસદોના દૂધના નમૂના ચકાસણી માટે લીધા હતા
બાલાસિનોર તાલુકાના રૈયોલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અમુલ દૂધ ચકાસણી ટીમ આવી પહોચી દૂધ ભરતા સભાસદોના દૂધના નમુના લેવાયા હતા જે દૂધ ચકાસણી કરતા સાત સભાસદોના દૂધમાં ભેસેળ જણાઈ આવતા અમુલ ધ્વારા રૈયોલી મંડળીનું દૂધ લેવાનું ન પાડતા રૈયોલી મંડળીને બુધવાર સાંજથી તાળા મારી દેવાયા હતા.
બાલાસિનોર તાલુકાનાં રૈયોલી મંડળીમાં આણંદ-અમૂલ ડેરીની ચકાસણીની ટીમ રૈયોલી દૂધ મંડળીમાં આવી સભાસદોના દૂધના નમૂના ચકાસણી માટે લીધા હતા. જેમાંથી સાત સભાસદોના દૂધમાં ભેળસેળ જણાઈ આવતા મંડળીનું દૂધ લેવાની ના પાડતા સ્થાનિક સંચાલકોએ મંડળીને તા. 06/07/2022ના રોજ સાંજથી તાળા મારી સભાસદોનું દૂધ લેવાનું બંધ કરી દીધું હતું. જેથી પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા પશુપાલક સભાસદોને દૂધ પરત લઈ પાછા ફરવાનો વારો આવ્યો છે. દૂધમાં ભેળસેળ કરતા સભાસદોને જાણ કરી મંડળીના નોટિસ બોર્ડ પર સાત સભાસદોના નામ દર્શાવ્યા છે. જેમાં અમૃતાબેન છત્રસિંહ ચૌહાણ, વિજયભાઈ બળવંતભાઈ, દિલીપભાઈ શિવાભાઈ, ભુપતભાઈ હરિભાઈ, રાજેશભાઈ ઉદાભાઈ, ગંગાબેન ફતેસિંહ, રાવજીભાઈ ગોરધનભાઈ આ સાતેય સભાસદ દ્વારા રૂ. 50ના સ્ટેમ્પ પેપર પર લેખિત માફી માંગી હવે દૂધમાં ભેળસેળ નહીં કરવાની લેખિતમાં ખાતરી આપી છે.