અમરેલી: ખેડૂતો ખેતીમાં નવા પ્રયોગ કરી રહ્યા છે. ખેડૂત પરંપરાગત ખેતી છોડીને બાગાયત પાકની ખેતી કરી રહ્યા છે અને સારી આવક મેળવી રહ્યા છે. બાગાયત પાકમાં પપૈયા, સીતાફળ, બોર વગેરે ફળની ખેતી કરે છે. અમરેલી જિલ્લામાં ખેડૂતો બાગાયત પાકનું વાવેતર કરતા થયા છે. બાબરા તાલુકાના ચમારડી ગામના ખેડૂતે રેડ સીતાફળનું વાવેતર કર્યું છે અને વાર્ષિક છ લાખ રૂપિયાનું સીતાફળમાંથી ઉત્પાદન મેળવી રહ્યા છે.
બાબરા તાલુકાના ચમારડીના ગોકળભાઈ જીવરાજભાઈ અસલાલીયાની ઉંમર 53 વર્ષ છે અને અભ્યાસ 10 સુધી કર્યો છે. ખેડૂત પાસે 30 વિઘા જમીન છે. આ જમીનમાં હાલ બાગાયત સાથે મિશ્ર પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને સારું ઉત્પાદન મળી રહે છે. ચમારડી ગામના પીપળીયા રોડ પર વાડી આવેલ છે. બાગાયત પાકમાં ખાસ કરીને ખેડૂતે 10 વિઘામાં રેડ સીતાફળનું વાવેતર કર્યું છે.
ગોકળભાઈએ જણાવ્યું હતું કે, “10 વિઘામાં સીતાફળનું વાવેતર કરવામાં આવેલ છે. 1200 છોડનું વાવેતર કરવામાં આવેલ છે અને હાલ પાકની ઉંમર 6 વર્ષ છે. 3 સીતાફળની વેરાયટી છે, જેમાં બાલનગર, સુપર ગોલ્ડન અને લાલા વેરાયટી છે. લાલ સીતાફળની વધારે માગ છે. લાલ સીતાફળની ક્વોલિટી ખુબ જ સારી છે. લાલ સીતાફળમાં મીઠાશ વધારે છે. સીતાફળમાં બીજનું પ્રમાણ ખુબ જ ઓછું છે અને છાલનું આવરણ ખૂબ જ પતલું છે. પલ્પ ખૂબ જ વધારે છે અને જોવામાં ખૂબ જ સારા દેખાય છે. આકર્ષક દેખાય છે, જેથી લોકો વધારે પસંદ કરે છે.”
આ પણ કરો:
બીમાર ગાય અને ભેંસનું દૂધ પીવું જોખમી છે? આવો નિષ્ણાતની સલાહ જાણીએ
ગોકળભાઈએ ઉત્પાદન બાબતે જણાવ્યું કે “10 વિઘામાં અંદાજીત 6 લાખ સુધીનું ઉત્પાદન મળી રહે છે. સાથે બાગાયત પાક આબોહવા ઉપર ઉત્પાદનમાં વધારો ઘટાડો થાય છે. એક વિઘામાં દવા, ખાતર તેમજ અન્ય ખર્ચ કુલ 15 હજાર થાય છે અને 10 વિઘામાં 1,50,000 લાખ થાય છે. જ્યારે વેચાણ માટે સુરત, અમદાવાદ, રાજકોટ, ગોંડલ વિસ્તારમાં વેચાણ કરવામાં આવે છે. લોકો ઘર આવી લઈ જાય છે, સાથે જ અનેક લોકો ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મ ગ્રાહક છે જેથી એડવાન્સમાં બુકિંગ કરાવતા હોય છે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર