- ઠગાઈ કરનાર છોટા ઉદેપુરના બે ઈસમ સામે ફરિયાદ
- રૂ. 4 લાખ ચુકવી દીધા પછી પણ તેને જેસીબી ન અપાતા પારડી પોલીસ મથકે લેખિત ફરિયાદ
- નાણાં અને જેસીબી ન આપી છેતરપિંડી કરી
પારડીના ડહેલી ગામના એક વેપારીએ જેસીબી લેવા માટે રૂ. 4 લાખ ચુકવી દીધા પછી પણ તેને જેસીબી ન અપાતા પારડી પોલીસ મથકે લેખિત ફરિયાદ થઈ હતી.
ડહેલી ગામે રહેતા યાકુબ નસીરમિયા શેખે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઓનલાઈન વેબસાઈટ ઓએલએક્સ ઉપર વડોદરાના છોટા ઉદેપુર ખાતે રહેતા જેસીબીના માલિક મુકેશ અજમેરા અને કનુભાઈએ રૂ. 24 લાખમાં જેસીબી વેચાણ માટે મૂક્યું હતું. જે ખરીદી માટે યાકુબ શેખે 10 હજાર રોકડા બાના પેટે કનુભાઈને આપ્યા હતા. ત્યારબાદ ઈસમે રૂ. 4 લાખ ચૂકવી બાકીની લોન કરી જેસીબી લઈ જજો તેમ જણાવ્યું હતું. જેથી યાકુભાઈએ રૂ. 1.40 લાખ ગૂગલ પે અને રૂ. 2.50 લાખ આંગડિયા મારફતે મોકલાવ્યા હતા. આમ કુલ 4 લાખ ચૂકવી દીધા બાદ પણ જેસીબીના કાગળિયા માંગતા તે આપ્યા ન હતા. બંને ઈસમ મુકેશ અને કનુભાઈએ લોનના પૈસા ભરવાના બાકી હોવાનું કહીને કાગળિયા આપ્યા નહતા અને છેતરપિંડી કરી હતી. જેના એક માસ બાદ ફરીથી પૈસા લેવા માટે ફેન કરતા આરોપીએ ચાર પાંચ દિવસમાં આપી દેવા કહી ખોટા વાયદાઓ કર્યા હતા. અને આજ દિન સુધી નાણાં અને જેસીબી ન આપી છેતરપિંડી કરી હતી. આખરે પારડી પોલીસ મથકે યાકુબભાઈ શેખે બે ઈસમ મુકેશ અજમેરા અને કનુભાઈ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી.