- ક્ષત્રિય સમાજ માટે કરેલા ઉચ્ચારણોનો વિડીયો વાયરલ થયો હતો
- દહેગામ મામલતદારને આવેદન તથા પોલીસ સ્ટેશનમાં અરજી આપી
- રુપાલા સામે ગુનો નોંધવા દહેગામ ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા માંગ કરાઇ
દહેગામ મામલતદારને આવેદન પત્ર આપીને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ગુનો નોંધવા માટે માંગ કરાઇ છે. સોશિયલ મીડીયામાં રુપાલાનો વિડીયો અને ઓડીયો ફરતો થયો હતો જેમાં ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલા ઉચ્ચારણોથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ હોવાની વિગતો છે. આ મામલે રુપાલા સામે ગુનો નોંધવા દહેગામ ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા માંગ કરાઇ હતી અને મામલતદારને આવેદન આપવામાં આવ્યુ હતુ
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા દ્વારા કોમી, ધાર્મિક લાગણી દુભાયઅને શાંતિ સુલેહનો ભંગ થાય એ પ્રકારના પ્રવચનનો સોસિયલ મીડીયામાં ઓડીયો અને વીડીયો ફરતો થયા બાદ ક્ષત્રિય સંગઠનો લાલઘુમ થયા છે. આવેદનપત્રમાં જણાવાયુ હતુ કે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોતમ રુપાલાએ બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવાના , ક્ષત્રિય સમાજ વિશે અપમાનજનક ભાષણ કર્યાના તથા સમાજની લાગણીને ઠેસ પહોચી હોવાના આક્ષેપ કરાયા હતા. વિડીયોના ઉચ્ચારણો મામલે આચાર સંહિતાનો ભંગ થતો હોવાથી તેમની સામે ગુનો નોંધવા દહેગામ ક્ષત્રિય સંગઠને મામલતદારને આવેદન આપીને તથા પોલીસ સ્ટેશનમાં અરજી આપીને માંગ કરી હતી.