હોળીના તહેવારમાં પરંપરાગત રીતે રમાતી ગેરૈયાની રમત પર ધારાસભ્ય રિવાબા જાડેજાએ હાથ અજમાવ્યો હતો. હોળીની સાંજે રિવાબા સ્થાનિક લોકો સાથે બાકસથી ગેરૈયાની રમત રમતા જોવા મળ્યા. ઘણી વખત આ રમતમાં નાળીયેરનો પણ ઉપયોગ થાય છે. તો કેટલાક લોકો આ રીતે એક કુંડાળામાં બાકસ ફેંકીને પણ આનંદ માણતા હોય છે. મોજ મસ્તી અને પરંપરા જાળવણી માટે રમાતી આ રમતમાં પહેલાં શરત રાખવામાં આવે છે. બાકસ ફેંકનાર કેટલી બાકસ કુંડાળામાં પડશે એનો દાવો કરીને શરત લગાવે છે. જો એટલી બાકસ કુંડાળામાં પડે તો એની જીત થાય છે અને એટલી બાકસ ન પડે તો સામેવાળાની જીત થાય છે.
Source link