Rahul Gandhi Visit In Gujarat : ગુજરાતના સુરત ખાતે આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવાના છે, તો બીજી તરફ રાહુલ ગાંધી પણ આજથી (સાતમી માર્ચ) બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સ્વાગત માટે પોસ્ટર સાથે આવેલા ધારાસભ્ય શૈલેષ પરમારના સમર્થકો એરપોર્ટ પર પહોંચ્યા હતા. હાલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટથી કોંગ્રેસ ભવન જવા રવાના થયા છે.
રાહુલ ગાંધી આ દરમિયાન અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે 10થી સાંજે 7 વાગ્યા દરમિયાન કુલ 4 અલગ-અલગ બેઠકમાં ભાગ લેશે. જેમાં કાર્યકરો સાથે સીધો સંવાદ કરશે.
રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતના પ્રવાસે
રાહુલ ગાંધી 7 માર્ચ, 2025ના રોજ સવારે 9:30 વાગ્યે અમદાવાદના એરપોર્ટ પહોંચશે અને 10 વાગ્યે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય જશે. આ દરમિયાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કરશે. જ્યારે બપોરે 2 વાગ્યે 44 જિલ્લા અને શહેર પ્રમુખ, બપોરે 3 વાગ્યે તાલુકા અને નગરપાલિકા પ્રમુખ સાથે સંવાદ કરશે. રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે.
આ પણ વાંચો: સુરતીઓ આવતીકાલે રસ્તા બદલી કાઢજો, PMની મુલાકાતને લઈને અનેક રસ્તા-સિટી બસો રહેશે બંધ
જ્યારે 8 માર્ચ, 2025ના રોજ સવારે 10 વાગ્યે રાહુલ ગાંધી રાજપથ ક્લબ પાસેના ઝેડએ હોલ ખાતે કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ, જિલ્લા, શહેર અને સેલના તમામ હોદ્દેદારો હાજરી આપશે.
[ad_1]
Source link