રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, PM મોદીએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી

HomeNARMADAરાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, PM મોદીએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ધર્મગુરૂના પુત્રની સારવારના નામે શિક્ષિકા સાથે છેતરપિંડી | Cheating with a teacher in the name of treatment of the son of a priest

અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલનડિયાદના ગુતાલ પ્રા.શાળાના વિકલાંગ શિક્ષિકાને ફોટા મોકલી ડૉક્ટર સાથે વાત કરાવી ૯૯,૫૦૦ ટ્રાન્સફર કરાવ્યાનડિયાદ: નડિયાદ પશ્ચિમમાં રહેતા શિક્ષિકા સાથે...

નર્મદા: નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે છેલ્લા છ વર્ષથી ભવ્ય એકતા પરેડ યોજવામાં આવે છે, ત્યારે આજે અહીં રાષ્ટ્રીય એકતા દિનના અવસરે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની અપ્રતિમ પ્રતિમાના સાન્નિધ્યમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ‘યુનિટી ઈન ડાઈવર્સિટી’ની થીમ પર એકતા પરેડ યોજાઈ હતી. ગુજરાત પોલીસ, અર્ધલશ્કરી દળો અને વિવિધ સુરક્ષા એજન્સીની સંસ્થાઓએ શિસ્ત અને સાહસસભર પરેડ રજૂ કરી હતી. સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરીને તેમને ભાવસભર અંજલિ આપવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ સરદાર સાહેબને વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પણ કરીને રાષ્ટ્રીય એકતા દિવસની અભૂતપૂર્વ પરેડ નિહાળી હતી. એકતા દિવસના શપથ લેવડાવી વડાપ્રધાન મોદીએ રૂ.196 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યા હતા. તેમજ કેવડિયાથી અમદાવાદ સુધી ચાલનાર હેરીટેજ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

News18

પરેડના વિશેષ આકર્ષણોમાં મહિલા સીઆરપીએફ બાઈકર્સ યશસ્વિની દ્વારા ડેરડેવિલ શો, બીએસએફની મહિલા પાઈપ બેન્ડ, ગુજરાત મહિલા પોલીસ દ્વારા કોરિયોગ્રાફી પ્રોગ્રામ, ખાસ એનસીસી શો, સ્કૂલ બેન્ડ્સ ડિસ્પ્લે, જી 20 સમિટ, ચંદ્રયાન પ્રોજેક્ટની સફળતા, ઈન્ડિયન એરફોર્સના સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા ફ્લાય પાસ્ટ, ગુજરાત સહિત દેશના અન્ય પાંચ રાજ્યો આસામ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશના પોલીસ દળનું માર્ચપાસ્ટ, સરહદી રાજ્યોના સરહદી વાઈબ્રન્ટ ગામોની આર્થિક સદ્ધરતાનું પ્રદર્શન અને દેશના વિવિધ રાજ્યોની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય આપતી સાંસ્કૃતિક કૃતિઓ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: 
સરદાર પટેલ જ્યંતી: અમદાવાદમાં મેરેથોન યોજાઈ, CMએ લીલી ઝંડી બતાવી કરાવ્યું પ્રસ્થાન

સરદાર સાહેબની અપ્રતિમ પ્રતિમાના સાનિધ્યમાં રાજય, દેશના પોલીસ-અર્ધલશ્કરી દળો, સુરક્ષા એજન્સીઓના વિવિધ ગણવેશધારી દળોએ શિસ્ત અને શૌર્યસભર પરેડ રજૂ કરી સૌને રોમાંચિત અને મંત્રમુગ્ધ કર્યા હતા. પરેડમાં આઈ. ટી. બી.પી., સી.આઈ.એસ.એફ., સી.આર.પી.એફ., બી.એસ.એફ.ની શિસ્તબદ્ધ પરેડ, સાહસ અને શૌર્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન સૌએ મન ભરીને માણ્યા હતા. ગુજરાત-દિલ્હી-પંજાબ રેજિમેન્ટના જવાનોએ પોલીસ બેન્ડની શૌર્યસભર મધુર સુરાવલિઓ છેડી હતી. આ ઉપરાંત, સરદાર સાહેબના અવિસ્મરણીય પ્રવચનોના અંશોનું ધ્વનિ પ્રસારણ પણ કરાયું હતું.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon