રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ: જામનગરમાં રામભક્તે 11,111 મીઠા પાનના પ્રસાદનું કર્યું વિતરણ | Ram Temple inauguration Anniversary Ram devotees distribute 11 111 sweet leaves in Jamnagar

HomeJamnagarરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ: જામનગરમાં રામભક્તે 11,111 મીઠા પાનના પ્રસાદનું કર્યું...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના આપઘાતથી હસમુખ પટેલ દુઃખી, કહ્યું- ‘જિંદગી મૂલ્યવાન છે’ | Junagadh youth commits suicide after failing police physical test GPSC...

Gujarat Police : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી પોલીસ ભરતીની શારીરિક કસોટી 8 જાન્યુઆરીથી લેવાની શરૂ થઈ છે. આ દરમિયાન જૂનાગઢના...

Jamnagar News : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠને લઈને વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગરના એક રામભક્તે શ્રી રામને 11,111 મીઠા પાન ધરાવી તે પાનનો પ્રસાદ લોકોને વિતરણ કર્યો હતો

શ્રી રામને ધરાવાયો 11,111 મીઠા પાનનો પ્રસાદ

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ઓસવાળ હૉસ્પિટલ નજીક આવેલા પાનના સંચાલક અને રામભક્ત દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર 11,111 પાન બનાવ્યા અને આજે શનિવારે સવારે 11 વાગ્યે પોતાની દુકાનની બહાર શ્રીરામની આરતી ઉતારી પ્રસાદી રૂપે પાનનું વિતરણ કર્યું હતું.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની વર્ષગાંઠ: જામનગરમાં રામભક્તે 11,111 મીઠા પાનના પ્રસાદનું કર્યું વિતરણ 2 - image

આ પણ વાંચો: 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવા છતાં 11 જાન્યુઆરીએ કેમ અયોધ્યાના રામ મંદિરની વર્ષગાંઠ ઉજવાશે?

ભક્તોને કરાયું મીઠા પાનનું વિતરણ

રામભક્તે પોતાની પાનની દુકાનની બહાર મંડપ લગાવી ભગવાન રામના અયોધ્યા સ્થિત મંદિરનો ફોટો મૂકી તેની પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ આ પૂજામાં જોડાયા હતા. ભગવાન રામચંદ્રજીની મહાઆરતી બાદ અન્ય રામભક્તોની હાજરીમાં પ્રસાદી સ્વરૂપે વિના મૂલ્યે પાનનું વિતરણ કરવામાં આવ્યું હતું. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon