- કોન્ટ્રાક્ટરે તલાટી કમ મંત્રી સાથે મળી વધારાનું બિલ બનાવ્યું
- બિલની એનઓસી બનાવી પ્રમાણપત્ર ઉપર સરપંચને સહી કરાવી
- મૃતકના મોબાઈલમાં નોટપેડમાં લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી
બારડોલી તાલુકાની રામપુરા ગ્રામ પંચાયતના યુવાન સરપંચ વિજય રાઠોડે પોતાના ઘરમાં જ પરિવારના સભ્યો ઊંઘી રહ્યા ત્યારે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાના બનેલા બનાવથી ભારે ચકચાર મચી છે. આશરે એક વર્ષ પહેલા રામપુરા ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બની સરપંચપદે કાર્યરત વિજયભાઈ બાબુભાઈ રાઠોડ (ઉં.વ. 34)નો મૃતદેહ પોતાના ઘરમાં જ પતરાની છત ઉપરના પાઈપમાં સાડીના ટુકડા બાંધી ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
પત્ની, એક પુત્રી અને માતાપિતા રાત્રિના સમયે સૂતા હતા તેવા સમયે પગલું ભર્યું હોવાનું જણાતા સવારના 6:00 વાગ્યાના સમયે તેના ઘરમાંથી રડારોળનો અવાજ સંભાળાતા નજીકમાં અલગ રહેતા તેના મોટા ભાઈ વિનુભાઈ દોડતા આવ્યા હતા. તેમણે ઘરમાં નાનો ભાઈ વિજય ઘરે ફાંસો બાંધી લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. અને નીચે ઉતારી દવાખાને લઈ જતા ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબજો લઈ આપઘાતની ઘટના શંકાસ્પદ જણાતા એક્ઝિ. મેજિસ્ટ્રેટની હાજરીમાં પેનલ પીએમ કરાવ્યું હતું. પ્રાથમિક પૂછપરછ દરમિયાન બારડોલી ગ્રામ્ય પોલીસ મથકના પી.એસ.આઈ. ડી.આર.વસાવાને મૃતકના મોબાઈલમાં નોટપેડમાં લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી.
બારડોલી રૂરલ પોલીસ મથકે પ્રાથમિક ફરિયાદ આપતા મૃતકના મોટાભાઈના જણાવ્યા મુજબ મૃતકની પત્ની સાથે તેઓને થયેલી વાતચીત મુજબ રામપુરા ગામે આવેલા પટેલ ફળિયામાં અલગ અલગ યોજના હેઠળના સીસી રોડના કામમાં સંજય નામના કોન્ટ્રાક્ટર સાથે નાણાકીય લેતી દેતી બાબાતે ભારે પ્રેશર કરાતા મૃતક ભારે તાણ અનુભવતો હતો. સીસી રોડના કામકાજમાં મંજૂરી કરતા વધારે કામકાજ થઈ જતા કોન્ટ્રાક્ટરે રામપુરાના તલાટી કમ મંત્રી દીપક ચૌધરી સાથે મળી વધારાનું બિલ બનાવ્યું હતું. આ બિલ બાબતે એનઓસી બનાવી પ્રમાણપત્ર ઉપર સરપંચને સહી કરાવી હતી. એડવાન્સમાં વધુ કામ થયું હોવાનું જણાવતા તેમાં જ બધી ભવાઈ છે મુજબ જણાવતા સરપંચને જે તે સમયે ખબર નહોતી, બધું કામ એક જ એજન્સી એ કર્યુ છે. અંદાજ કરતા વધારે કામ થતાં બીજી એજન્સીનું બિલ પાસ કરાયું હોવાની વાત ચોક્કસ છે