- છેલ્લા 40 વર્ષમાં પ્રથમવાર આટલા ભાવ મળતાં ખેડૂતો રાજીના રેડ
- ઉત્પાદન ઘટવા, દેશ વિદેશમાં જીરાની માંગને લઈ ભાવ વધારે મળ્યા
- માર્કેટની હરાજી શરૂ થતાની સાથે જીરાના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો
રાધનપુર ખેતીવાડી ઉત્પન્ન બજારમાં સોમવારે વહેલી સવારે જીરૂ, એરંડા સહિત અન્ય પાકની આવકમાં જોવા મળી હતી.માર્કેટની હરાજી શરૂ થતાની સાથે જીરાના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો.આમ જીરાના ભાવ છેલ્લા 40 વર્ષમાં પ્રથમ વખત કુદીને 9000ને આંબી જતા ખેડૂતોના મુખ પર ખુશી જોવા મળી હતી.જયારે જીરાના રેકોર્ડ બ્રેક ભાવથી વેપારીઓ પણ અચંબામાં પડી ગયા હતા.
છેલ્લા એક માસથી જીરામાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સાથે એરંડાના ભાવમાં નહીવત ઘટાડો જોવા મળી રહયો છે.આજે જીરાની 600 બોરી કરતા વધારે આવક માર્કેટમાં આવી હતી.જીરાના ભાવ 7500 થી 9000 સુધીના પડયા હતા.ખાદ્ય જીરાની મસાલા તરીકે દેશ અને વિદેશમાં માંગ વધી છે.અને સાથે સાથે ચાલુ સાલે સતત હવામાન આવેલા પલટાને કારણે કમોસમી વરસાદે પણ જોરૂ પકડયુ હતુ.જેને કારણે જીરાના પાકમાં ઘટાડો હોવાને કારણે માટે જીરાની આવક ઘટી છે દિવસેને દિવસે જીરાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહયો છે.તેવુ ખેડુત આલમ પાસેથી જાણવા મળ્યું હતું.