https://www.youtube.com/watch?v=KBQexN6603k
- ઠાકોર પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ
- 108 દ્વારા પરિવારને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખેસેડાયા
- આર્થિક તંગીના લીધે પરિવારે પગલું ભર્યું હોવાનું અનુમાન
પાટણના રાધનપુરમાં રેલવે કર્મચારીઓની સમયસૂચકતાને કારણે આત્મહત્યા કરવા આવેલા પરિવારનો જીવ બચી ગયો હતો. રેલવે ટ્રેક પર એક પરિવાર આત્મહત્યા કરવા બેઠો હોવાની જાણ થતાં જ રેલવે કર્મચારીઓએ આ પરિવાર પાસે પહોંચી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. રાધનપુરના સમી તાલુકાના જાખેલ ગામના ઠાકોર પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પરિવારને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો
ઠાકોર પરિવારના પતિ પત્ની તેમજ 4 બાળકો સાથે જીવન ટૂંકાવવા રેલવે ટ્રેક પર બેસી ગયા હતા. રાધનપુર રેલવે કર્મીઓને આ અંગેની જાણકારી સમયસર મળી જવાથી પરિવારને બચાવી લેવાયો હતો. 108 દ્વારા પરિવારને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પરિવારની મુલાકાત લીધી
આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી પણ એવું માનવામાં આવે છે કે, આર્થિક સંકડામણના કારણે ઠાકોર પરિવારે સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાની જાણ થતાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પરિવારની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા હતા.