- બાબરા પંથકમાં સાંજના સમયે માવઠું
- ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
- વરસાદ પડી જતાં બજારોમાં પાણી ભરાયા
ગુજરાતમાં એક તરફ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં ફરી કમોસમી વરસાદ પડ્યો છે. આજે રવિવારે અમરેલીના બાબરા સીમ વિસ્તારમાં ભારે પવન સાથે ઘોઘમાર વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી.
ગુજરાતના મોટાભાગના શહેરોમાં 42 ડિગ્રી કે તેનાથી વધારે તાપમાન થયું છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે ત્યારે તેનાથી વિપરીત અમરેલી જિલ્લામાં રવિવારે સાંજે વાતાવરણ પલટાયું હતું અને બાબરા બાબરા સીમ વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
મળતી વિગતો મુજબ બાબરાના નીલવડા અને વાવડા અને દરેડમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. નિલવડા ગામે સારો વરસાદ પડી જતાં બજારોમાં પાણી ભરાયા હતા. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ બનતા લોકોને ગરમીમાં રાહત મળી હતી.