- વડોદરાના ગોત્રી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
- સ્ક્રીનિગ કેમ્પનું આયોજન કરી ચકાસણી કરવામાં આવી
- આ બે વિસ્તાર સિવાય ક્યાંયે આ વાયરસનાં લક્ષણ જોવા મળ્યા નથી
રાજપીપળા કસ્બાવાડના ત્રણ બાળકો અને માછીવાડ વિસ્તારમાં એક બાળકમાં આ વાયરસના સંક્રમણ નો ભોગ બની ચુક્યા છે,આ બાળકો પૈકી બે બાળકો વડોદરાના ગોત્રી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એક બાળક વાઘોડિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વડોદરાના ગોત્રી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
રાજપીપળા અર્બન સેન્ટર દ્વારા કસ્બાવાડ વિસ્તારમા એક સ્ક્રીનિગ કેમ્પનું આયોજન કરી બાળકોનાં આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી,GBSના વાયરસમાં લકવા જેવી અસર જોવા મળે છે. અને આ એક ગંભીર પ્રકારની બીમારી હોવાનું તપાસ કરનાર તબીબે જણાવ્યું હતું. હાલમાં આ બંને વિસ્તારમાં વાયરસ જોવા મળ્યો છે ત્યારે અન્ય વિસ્તારમાંનાં ફેલાઇ એ માટે તંત્ર દ્વારા સફાઇ અને ફોગિંગની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો આશા રાખી રહ્યા છે.
વાલીઓમાં ચિંતા ફેલાઇ
આ બાબતે બ્લોક હેલ્થ ઓફિસર ડો.એ.કે .સુમને જણાવ્યું કે આ વાયરસનાં લક્ષણ બાળકોમા દેખાતા અમે અર્બન ની ટીમ દ્વારા દરેક વિસ્તારોમાં સર્વેની કામગીરી કરાવી છે પરંતુ આ બે વિસ્તાર સિવાય ક્યાંયે આ વાયરસનાં લક્ષણ જણાયા નથી. જે બાળકોમા આ વાયરસ જણાયો છે એમના સેમ્પલ લઇ અમે ઉપરની લેબ.માં મોકલી આગળની કાર્યવાહી કરીશું.