રાજકોટમાં ધો.5 માં ભણતાં 11 વર્ષના છોકરાનું હાર્ટએટેકથી મોત, પરિવાર આઘાતમાં સરી ગયો | An 11 year old Student heart attack in Rajkot

HomeRAJKOTરાજકોટમાં ધો.5 માં ભણતાં 11 વર્ષના છોકરાનું હાર્ટએટેકથી મોત, પરિવાર આઘાતમાં સરી...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Rajkot News : ગુજરાતમાં બાળકો અને યુવાનોને હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે રાજકોટના જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ધો. 5માં ભણતાં 11 વર્ષના વિદ્યાર્થીને અચાનક છાતીના ભાગે દુખાવો ઉપડતા તરત જ સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે વિદ્યાર્થીને મૃત જાહેર કરતાં પરિવાર આઘાતમાં. 

આ પણ વાંચો: અમદાવાદમાં શિક્ષકની કાળી કરતૂત, વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરી તસવીરો વાયરલ કરવાની આપી ધમકી

રાજકોટના જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ધો. 5માં અભ્યાસ કરતાં હેતાંશ દવેને અચાનક છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો. આ પછી તાત્કાલિક 11 વર્ષના હેતાંશને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો.

આ પણ વાંચો: અમદાવાદની ઝેબર સ્કૂલમાં ધો.3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ સ્થિતિમાં મોત, કાર્ડિયાક અરેસ્ટની આશંકા

અમદાવાદમાં ધો.3ની વિદ્યાર્થિનીનું કાર્ડિયાક એરેસ્ટથી મોત

અમદાવાદ શહેરના થલતેજ-બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનની 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ નીપજ્યું હતું. ધો.3ની વિદ્યાર્થિની ગાર્ગી રાણપરાને અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. ત્યારબાદ તેને અસહજ અનુભવાતા તે લોબી પરની ખુરશી પર બેસી ગઈ હતી. જ્યાં થોડી ક્ષણોમાં જ તે ઢળી પડી હતી. આસપાસમાં હાજર શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. જે બાદ તેને શાળાના સ્ટાફ દ્વારા તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. કાર્ડિયાક એરેસ્ટ (cardiac arrest) ના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon
What would make this website better?

0 / 400