રૃ.૨૦ હજાર કરોડનાં આ કૌભાંડની નિવૃત જજથી તપાસની માંગ
કૌભાંડના સૂત્રધારો હર્ષ સોની અને કિસન ચાવડાને પકડવામાં
પોલીસને હજુ નિષ્ફળતા,આરોપી
જયદીપ ઝાલાના રિમાન્ડ પૂરા
રાજકોટ : રાજકોટના રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા જમીનમકાનના બોગસ
દસ્તાવેજના અબજો રૃ।.ના કૌભાંડમાં પોલીસમાં નોંધાયેલ ગુના અન્વયે આરોપી અને સબ
રજીસ્ટ્રાર કચેરીના ઓપરેટર જયદીપ ઝાલાની આજે રિમાન્ડ પૂરી થતા જેલહવાલે કરવામાં
આવેલ છે. જ્યારે બીજી તરફ જિલ્લા કલેક્ટર તંત્રે પણ હવે આ બાબતની ગંભીરતા પારખીને
પ્રાંતને તપાસ સોંપી છે. જો કે આવી તપાસોથી છેલ્લે મોટામાથા સામે કોઈ પગલા લેવાતા
નથી ત્યારે કોંગ્રેસે આ કૌભાંડ આશરે રૃ..૨૦ હજાર કરોડનું છે અને તેના મૂળિયા ઉંડા
છે તેમ કહીને નિવૃત ન્યાયધીશ મારફત તપાસ કરાવવા કલેક્ટરને આજે રજૂઆત કરી છે.
પોલીસસૂત્રો અનુસાર આરોપી જયદીપ ઝાલાના ચાર દિવસના રિમાન્ડ
પૂરા થતા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા જેલહવાલે કરાયેલ છે જ્યારે આ કૌભાંડના
સૂત્રધાર મનાતા હર્ષ સોની કે જે
સબ.રજી.કચેરીના પૂર્વ કર્મચારી છે તથા કિશન ચાવડા નામના એડવોકેટને પકડવામાં
પોલીસની ટીમોને આજ રાત્રિ સુધી સફળતા મળી નથી.
આ અંગે જિલ્લા કલેક્ટરને
અપાયેલા આવેદનમાં કોંગ્રેસે જણાવ્યું કે ઓપરેટર એ માત્ર મ્હોરાં છે, અધિકારીઓની મિલીભગત વગર આ કૌભાંડ થઈ શકે નહીં. ૧૭ બોગસ દસ્તાવેજો બનાવીને
વેચવાનું વકીલ અને બે ઓપરેટરોનું આ કૌભાંડનો આંકડો ચોંકાવનારો છે અને શાસકપક્ષના
મળતિયાઓ દ્વારા શહેર આસપાસ મવડી, કોઠારીયા, નાનામવા, મોટામવા, ભીચરી, માધાપર સહિતવિસ્તારોમાં ગૌચરની અને સરકારી ખરાબાની તેમજ પ્રાઈવેટ જમીન બારોબાર
વેચી મારવાનું કૌભાંડ લાંબો સમયથી ચાલતું હોવાનું જણાય છે ત્યારેતેની તપાસ
હાઈકોર્ટના નિવૃત ન્યાયધીશ મારફતકરાવવી જોઈએ.