ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલિયામાં રાત્રે બિલ્ડર બેફામ બનતાં ફાયરિંગ કરતાં દોડધામ મચી ગઈ હતી. સેવાલિયામાં આવેલી KGN સોસાયટી નજીક આમિર હમજા રેસીડન્સીનું કામ ચાલી રહ્યું છે. નવી બનતી રેસિડન્સીમાં અવરજવર માટે KGN સોસાયટીના સ્થાનિકો અને બિલ્ડર વચ્ચે માથાકુટ થઈ હતી. સામાન્ય બોલચાલી ઉગ્ર સ્વરુપ ધારણ કરતાં બિલ્ડરે આવેશમાં આવી ફાયરિંગ કર્યું હતું.સાથે જ બિલ્ડરના સાગરીતોએ સોસાયટીના વાહનોને પણ નુક્સાન પહોંચાડ્યું…ફાયરિંગની ઘટના સામે આવતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યાો હતો. હાલ તો પોલીસે KGN સોસાયટીના સ્થાનિકોની ફરિયાદલ આધારે આરોપી હાજી શકીલ અને તેના સાગરીતોને ઝડપી લેવા કવાયત હાથધરી છે.
Source link
રહીશો સાથે માથકૂટમાં બિલ્ડરે કર્યાં ધડાકા
