રજકામાં વિટામિન્સ અને મિનરલ્સ વધુ

HomeAmreliરજકામાં વિટામિન્સ અને મિનરલ્સ વધુ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

અમરેલી: પશુઓને જુદો જુદો ઘાસચારો આપવામાં આવે છે. જુવાર, મકાઈ, રજકો સહિતનો ચારો આપવામાં આવે છે. હાલ બુલેટ ઘાસનું ચલણ પણ વધ્યું છે. પહેલા પશુઓને મોટા પ્રમાણમાં રજકો આપવામાં આવતો હતો. રજકાના અનેક ફાયદા છે. આયુર્વેદમાં રજકાના અનેક ફાયદા કહેવામાં આવ્યા છે. ખેડૂતો રજકાનો પાવડર બનાવી વેચાણ કરે છે અને સારી આવક મેળવી રહ્યા છે. માત્ર પશુ જ નહીં પરંતુ મનુષ્ય માટે પણ રજકો ખૂબ જ ઉપયોગી છે. આયુર્વેદિક ડોક્ટર મુકેશભાઈ ખસિયા પાસેથી જાણીએ.

આયુર્વેદિક ડો. મુકેશભાઈ ખસિયાએ જણાવ્યું હતું કે, “રજકાને આલ્ફાઆલ્ફ પણ કહેવામાં આવે છે. રજકામાં તમામ ઔષધીય ગુણો છે. રજકામાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. પહેલાના સમયમાં પશુઓને રજકો આપવામાં આવતો હતો. હવે લોકો પશુઓને રજકો ખવડાવતા નથી. મનુષ્યના શરીરમાં વિટામિન્સ કે મિનરલ્સની ઉણપ દેખાય ત્યારે રજકાના પાવડરથી તેની ઉણપ પૂરી શકાય છે. પહેલાના સમયમાં પશુઓને રજકો આપતા હતા અને પાડે તે દૂધ પીતા હતા. આ વિટામિન્સ અને મિનરલ્સ દૂધમાંથી મળી જતા હતા.”

News18

રજકાનો પાવડર અથવા રજકાનો રસ એ નાના બાળકથી તમામ વ્યક્તિને ફાયદાકારક છે. શરીરમાં આવેલા તમામ અવયવની કાર્યક્ષમતામાં વધારો કરે છે. લાળરસની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને પાચન સંબંધિત જે રોગ હોય છે, જેમાં ઘટાડો થાય છે. ચામડીના રોગમાં ફાયદો કરે છે. ગંભીર રોગમાં ખૂબ જ ફાયદો કરે છે. હાલના સમયમાં કેન્સર, ડાયાબિટીસ અને બીપી જેવા રોગ ખૂબ જ છે અને આ રોગનો શિકાર બનવું ન હોય તો રોજ રજકાના પાવડર અથવા જ્યુસ કરી સેવન કરવું જરૂરી છે.

આ પણ વાંચો:
ટામેટાના પાકમાં ઉગાડી દો આ પીળા ફૂલ, દવાના ખર્ચ વિના થશે જીવાતનો સફાયો

મુકેશભાઈએ વધુમાં જણાવ્યું કે, “રજકાનું સેવન દરેક વાતાવરણમાં કરી શકાય છે. તેમજ નાના બાળકથી લઈને તમામ લોકો આ રજકાનું સેવન કરી શકે છે. રજકો ખાવાથી ઘણા બધા ફાયદા છે. નાના બાળકને સવારના સમયે ચા દૂધ પીવડાવવાના બદલે રજકાનો અડધો કપ જ્યુસ બનાવી પીવડાવવામાં આવે તો બાળકને ક્યારેય પણ બ્લડની ઉણપ દેખાય નહીં અને આંખમાં અંધાપો આવે નહીં. મોતિયો આવે નહીં. ચામડીના રોગ થાય નહીં અને જીવલેણ રોગથી ખુબજ બચાવ થશે. નેચર વસ્તુ તરફ ફરી આપણે વળવું પડશે. ઋષિઓ નેચર વસ્તુનો ઉપયોગ કરતા એ મુજબ આપણે પણ થોડો ઉપયોગ કરવો પડશે, જેથી જીવલેણ અને ભયંકર રોગથી બચાવ થશે અને 100 વર્ષ સુધી જીવી શકાય છે.”

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ આની કોઇ પુષ્ટિ કરતુ નથી.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon