યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યામાં થયેલો ઘટાડો | Reduction in the number of employees in unicorn startups

Homesuratયુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યામાં થયેલો ઘટાડો | Reduction in the number...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

કપડવંજમાં બે મારામારીના અલગ-બનાવોમાં જાનથી મારી નાંખવાની ધમકી આપી

પોલીસે બંને બનાવમાં ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીઅજયસિંહે બન્નેને લાકડી મારી ઈજા કરી હતી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હતો કપડવંજ તાલુકાના ધોળાકુવા ગામમાં તેમના...

નવી દિલ્હી : ગયા વર્ષે ઓગસ્ટથી આ વર્ષના ઓગસ્ટ વચ્ચે ભારતીય યુનિકોર્ન સ્ટાર્ટઅપ કંપનીઓના કર્મચારીઓમાં ૬,૭૦૦ કર્મચારીઓનો ચોખ્ખો ઘટાડો થયો છે. એકંદરે, ૧૧૬ ભારતીય યુનિકોર્ન કંપનીઓએ ગયા વર્ષે ઓગસ્ટમાં ૪,૧૭,૫૬૧ લોકોને નોકરીએ રાખ્યા હતા અને આ વર્ષે ઓગસ્ટમાં તે ઘટીને ૪,૧૦,૮૨૯ થઈ ગયા હતા.

પ્રાઈવેટ સર્કલ રિસર્ચ દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ જણાવે છે કે તમામ મોટા સ્ટાર્ટઅપ હબમાં, દિલ્હી-એનસીઆરની કંપનીઓએ ઓગસ્ટ ૨૦૨૩ થી ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન તેમની કુલ હેડકાઉન્ટમાં સૌથી વધુ વધારો જોયો છે.

 પોલિસીબઝાર, બ્લિંકઆઈટ અને ઝોમેટો જેવી દિલ્હી-એનસીઆર કંપનીઓએ સૌથી વધુ ભરતી કરી છે. પ્રાઈવેટ સર્કલએ મુંબઈ ક્ષેત્રમાં દિલ્હી અને થાણેના નેશનલ કેપિટલ રિજનની યુનિકોર્ન કંપનીઓનો સમાવેશ કર્યો છે.

આ પછી ચેન્નાઈની યુનિકોર્ન કંપનીઓએ સૌથી વધુ કર્મચારીઓની ભરતી કરી છે.

 ત્યારબાદ બેંગલુરુ આવે છે. તેનાથી વિપરીત, મુંબઈની યુનિકોર્ન સ્ટાર્ટઅપ કંપનીઓના કુલ કર્મચારીઓમાં ૭,૦૨૪ કર્મચારીઓનો ચોખ્ખો ઘટાડો જોવા મળ્યો હતો. પુણે અને હૈદરાબાદની કંપનીઓએ પણ તેમના કુલ કાર્યબળમાં ઘટાડો નોંધાવ્યો છે.

ગયા વર્ષે ઓગસ્ટ અને આ વર્ષના ઓગસ્ટ વચ્ચે, ૧૧૬ ભારતીય યુનિકોર્ન કંપનીઓમાં સરેરાશ એટ્રિશન રેટ ૪.૫ ટકા હતો.  આ વર્ષે માર્ચથી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સમાં ભરતીમાં વધારો થયો હતો અને તે મહિને મહત્તમ ૪૨,૦૦૦ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી, જે કોઈપણ મહિનામાં સૌથી મોટી ભરતી હતી. બીજી તરફ, સપ્ટેમ્બર ૨૦૨૩માં સૌથી વધુ ૩૯,૦૦૦ કર્મચારીઓએ યુનિકોર્ન છોડી દીધું હતું. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon