ખેડા: હાલમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ છેડાઇ ગયું છે. બંને તરફથી એટેક કરવામાં આવી રહ્યો છે. જેને લઈને ઘણા લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો છે. સાથે જ આ વખતે સ્થિતિ વધુ ભયંકર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે મૂળ પેટલાદના મીનાક્ષીબેન મેકવાને વીડિયો મોકલ્યો છે. મીનાક્ષીબેન મેકવાને ત્યાંની સ્થિતિનો ચિતાર આપ્યો છે.
ઈઝરાયેલમાં રહેતા ગુજરાતીએ વ્યથા ઠાલવી
ઈઝરાયેલમાં રહેતા ગુજરાતીઓએ વ્યથા ઠાલવી છે. તેમણે વ્યથાનો વીડિયો મોકલીને સ્થિતિનો ચિતાર આપ્યો છે. મૂળ પેટલાદના મીનાક્ષીબેન મેકવાને વીડિયો મોકલ્યો છે. મીનાક્ષીબેન 12 વર્ષથી ઈઝરાયેલમાં રહે છે. કેવી રીતે થાય છે હુમલા, શું છે ઈઝરાયેલની સ્થિતિ? તે અંગે તેમણે જણાવ્યું છે.
‘દરવાજો ખોલતા અંધાધૂંધ ગોળીબાર કરે છે’
મીનાક્ષીબેને જણાવ્યું કે, હુમલાખોરોએ ઈઝરાયેલમાં 700 લોકોની હત્યા કરી છે. ઘરના દરવાજા ખોલાવવા બાળકોનો ઉપયોગ કરે છે. હુમલાખોરો બાળકો પાસે દરવાજો ખખડાવે છે. દરવાજો ખોલતા અંધાધૂંધ ગોળીબાર કરે છે. હથિયાર, ગાડીઓ સાથે હુમલાખોરો ઘૂસ્યા છે. ઘરથી બિનજરૂરી બહાર ન નીકળવા અમને સૂચના છે. શુક્રવારે રજા હતી, ત્યારે અંદાજો પણ નહોતો કે હુમલો થશે. રજાના દિવસે જ મોટો હુમલો થયો હતો. હુમલા બાદ સવારે 6 વાગ્યે સાયરન વાગ્યુ હતુ. વૃદ્ધ દાદા-દાદીને સંભાળીને અન્યત્ર ખસેડ્યા હતા. જ્યારે ઈમરજન્સીની સ્થિતિમાં એક રૂમ ફાળવીએ છીએ. 10 સેકન્ડમાં જ અમે દાદા-દાદી સાથે રૂમમાં શિફ્ટ થયા હતા. પોતાને સંભાળીએ કે, કામ કરીએ? આવી હતી સ્થિતિ છે.
આ પણ વાંચો:
ગાઝા પટ્ટીથી 60 કિલોમીટર દૂર રહેતી રાજકોટની મહિલાએ વીડિયો મોકલ્યો, જાણો શું કહ્યું…
30 મિનિટ જોગિંગ કરીને બિલકુલ નિશ્ચિંત થઇ જાવ, આટલા બધા છે ફાયદા
‘અહીં ગુજરાતી સિવાય દેશના ઘણા રાજ્યોના લોકો રહે છે’
એ દિવસે સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. અહીં ગુજરાતી સિવાય દેશના ઘણા રાજ્યોના લોકો રહે છે. કેરળ, કર્ણાટક, ગોવા, મુંબઈના લોકો પણ રહે છે. હાલ રહીશોમાં ભારે ડરનો માહોલ છે. આ સ્થિતિમાં સ્થાનિક પ્રશાસને ખાસ સૂચના આપી છે. અમે અહીં કેરગીવર, સાર સંભાળનું કામ કરીએ છીએ. જ્યારે પણ સાયરન વાગે ત્યારે રૂમમાં શિફ્ટ થવાનું કહેવાયું છે. અમે શિફ્ટ તો થઈ જઈએ છીએ પણ પગ હજુ થરથરે છે. અમે ક્યારેક ડિપ્રેશનમાં પણ આવી જઈએ છીએ.
‘હુમલાથી ઘણુ નુકસાન થયુ છે, જોઈને ડર લાગે છે’
હાલમાં હુમલાખોરો અમારા રહેણાકથી થોડા દૂર સુધી પહોંચી ચૂક્યા છે. અજાણ્યો દરવાજો ખખડાવે તો ખોલવો નહીં તેવી સૂચના છે. ગઈકાલે રાત્રે 2 વાગ્યે મને એક મેસેજ આવ્યો હતો. ભારતીય જેવી દેખાતી એક યુવતીના અપહરણનો વીડિયો હતો. એવો ડર છે કે, ક્યાંથી પણ ક્યારે તેઓ ઘૂસી જાય છે. કેટલાક તો આખા આખા દિવસ બંકરમાં રહે છે. બહાર સુરક્ષાકર્મીઓ પણ ઘણી પૂછપરછ કરે છે. અમે હાલ તમામ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આ સ્થિતિમાંથી જલ્દી અમને બહાર નિકાળે પ્રભુ. અમે જે રીતે જીવન જીવતા હતા તેવી સ્થિતિ ફરી આવે. હુમલાથી ઘણુ નુકસાન થયું છે, જોઈને ડર લાગે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર