Multibagger Share: શેરબજારમાં NSE અને BSE બંને એક્સચેન્જ પર હજારો કંપનીઓના શેર લિસ્ટેડ છે. તેમાંથી કેટલાક શેરે લાંબા ગાળે મોટું રિટર્ન આપ્યું છે, જે રોકાણકારોની વચ્ચે મલ્ટિબેગર તરીકે જાણીતા છે. શું તમને આ વાત પર વિશ્વાસ આવશે કે કોઈ શેર 36000 ટકા રિટર્ન પણ આપી શકે છે. જો તમે આ શેરમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તમારું રોકાણ વધીને 36 લાખ રૂપિયાનું થઈ ગયું હોત.
આ શેરે આપ્યું દમદાર રિટર્ન
મોટાભાગના લોકોને આ વાત પર વિશ્વાસ નહીં આવે, પરંતુ આ એકદમ સાચું છે. ઈટીના રિપોર્ટ અનુસાર, આ મલ્ટિબેગર શેરે છેલ્લા 6 મહિનામાં જ રોકાણકારોના પૈસા સાડા ત્રણ ગણા વધારી દીધા છે, જ્યારે 5 વર્ષમાં આ શેરે 36000 ટકાનું રિટર્ન આપ્યું છે. ચાલો આ શેર વિશે જાણીએ.
આ પણ વાંચોઃ
ડોલી ખન્નાએ આ 2 શેરમાં કર્યું મોટું રોકાણ, એક વર્ષનું રિટર્ન જોઈને તમારું પણ મન લલચાશે!
1 વર્ષમાં 1800 ટકાનો વધારો
આ મલ્ટિબેગર શેરનું નામ છે ‘વેન્ટેજ નોલેજ એકેડમી’, આ એક એજ્યુકેશન કંપની છે. આ સ્મોલકેપ કંપનીનું માર્કેટ કેપ લગભગ 2,596.35 કરોડ રૂપિયા છે. છેલ્લા 3 મહિનામાં આ કંપનીના શેરમાં 91 ટકાની તેજી આવી છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં આ કંપનીના શેરમાં 1800 ટકાનો વધારો થયો છે. વેન્ટેજ નોલેજ એકેડમીના શેરની 52 સપ્તાહની સૌથી ઊંચી કિંમત (52 Week High) 270.70 રૂપિયા અને 52 સપ્તાહની સૌથી નીચી કિંમત (52 Week Low) 11.71 રૂપિયા છે. શુક્રવારે આ શેર 5 ટકાની તેજી સાથે 216.70 રૂપિયા પર બંધ થયા છે.
આ પણ વાંચોઃ
15 દિવસમાં જ 30000 કરોડનું નુકસાન! આ શેરમાં પૈસા રોકીને બરાબરના ફસાયા રોકાણકારો
રોકાણકારો થઈ ગયા લખપતિ!
5 વર્ષ પહેલા જાન્યુઆરી 2020માં આ શેર 1 રૂપિયાની નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. તે સમયે જો કોઈ રોકાણકારે ‘વેન્ટેજ નોલેજ એકેડમી’ કંપનીના શેરમાં માત્ર 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેમનું રોકાણ અત્યારે વધીને 36 લાખ રૂપિયાનું થઈ ગયું હોત, છેલ્લા 5 વર્ષમાં આ કંપનીના શેરે 36106.35 ટકા રિટર્ન આપ્યું છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર