01
નવેમ્બર મહિનામાં બજારમાં ઘણી એક્શન જોવા મળી છે. ઓક્ટોબરમાં વેચાવલી બાદ વિદેશી રોકાણકારોએ નવેમ્બરમાં પણ વેચાવલી જાળવી રાખી હતી અને રોકાણ ઓછું કર્યું હતું. તેમજ માર્કેટમાં તેના ઉપલા સ્તરોથી કરેક્શન જોવા મળ્યું હતું, જેમાં ઘણા શેરો પટકાયા હતા. આ સમયગાળા દરમિયાન મોટા રોકાણકારોએ પણ ઘણા શેરોમાંથી બહાર નીકળવાનું યોગ્ય સમજ્યું હતું. ત્યારે કેટલાક આ શેરોની યાદીમાં મિડકેપ શેરો પણ હતા, જેમાંથી કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સે તેમનું સંપૂર્ણ રોકાણ બહાર કાઢી લીધું હતું. ત્યારે અહીં નવેમ્બર મહિનામાં મ્યુચ્યુઅલ ફંડ્સે કયા સ્ટોકમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું હતું તે વિશે જાણકારી આપવામાં આવી છે.