Prashant Samtani, Panchmahal – કોરોના જેવી ગંભીર બીમારી આવ્યા, પછી લોકો પોતાના આરોગ્યની ચિંતા કરતા થયા છે. સેનેટાઇઝર, માસ્ક, વાઇરસ બેક્ટેરિયા , રોગપ્રતિકારક ક્ષમતા વગેરે વસ્તુઓથી સામાન્ય માણસ પરિચિત થવા લાગ્યો છે .પહેલા લોકો પૈસા કમાવાની દોડમાં પોતાના આરોગ્યની ચિંતા કરવાનું ભૂલી જતા હતા, પરંતુ કોરોના આવ્યા પછી, અત્યારે લોકો પોતાના નાણા અને પોતાનો સમય શરીર પાછળ વાપરતા થયા છે અને શરીરનું અસલી મૂલ્ય સમજ્યા છે . ગોધરાની સેવાભાવી સંસ્થા \” ગાયત્રી પરિવાર \” એ 2015 માં ગોધરાના લોકોને એકદમ તાજુ અને મસ્ત મજાનું આર્યુવેદિક જ્યુસ મળે તે હેતુથી ગોધરા શહેરના અટલબાગ ઉદ્યાન ખાતે જ્યુસ સેન્ટર શરૂ કર્યું હતું. કોરોના કાળના બે વર્ષ પછી ગોધરાના લોકો દૂર દૂરથી આવી જુદા જુદા પ્રકારના જ્યુસ પીવા માટે સેન્ટરની મુલાકાત લેતા થયા છે.
ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગોધરા દ્વારા છેલ્લા સાત વર્ષથી ગોધરા શહેરના મધ્યમાં આવેલ અટલબાગ ઉદ્યાન ખાતે આયુર્વેદિક જ્યુસનું સેન્ટર ચલાવવામાં આવે છે. જેમાં ઘણા બધા જાતના શાકભાજી ,ફળ તેમજ આર્યુવેદિક ઔષધીઓના જ્યુસ બનાવીને નાજેવી રકમમાં નફા ખોટ ની ગણત્રી કર્યા વગર વેચવામાં આવે છે. ટ્રસ્ટનો હેતુ લોકોને જુદા જુદા પ્રકારની બીમારીઓમાંથી રાહત મળે, તેમજ લોકોનું આરોગ્ય સ્વસ્થ રહે અને લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે ,તેથી ટ્રસ્ટ દ્વારા 10 રૂપિયાની સામાન્ય કિંમત માં મોંઘી મોંઘી શાકભાજી, ફળ અને આયુર્વેદિક ઔષધીઓના જ્યુસ બનાવીને બાગ બગીચામાં સવાર ના સમયે મોર્નિંગ વોક કરવા આવતા લોકોને પીવડાવવામાં આવે છે. ઉપરાંત કેટલાક લોકો તો ખાસ જ્યુસ પીવા માટે બગીચાની મુલાકાત લેતા હોય છે.
ગાયત્રી પરિવારના જ્યુસ ખાતે સેન્ટર ખાતે મળતા કેટલાક સ્વાદિષ્ટ અને આરોગ્ય માટે ઉપયોગી એવા જ્યુસ અને તેનાથી થતા ફાયદાઓ.
1. આદુ અને લીંબુ નું જ્યુસ , અહી પ્રખ્યાત છે , જે કબજિયાત મા રાહત આપે છે અને પેટના પાચનતંત્ર માટે ખૂબ સારું કહેવામાં આવે છે. કહેવાય છે કે , આદુ અને લીંબુનો જ્યુસ પીવાથી ભૂખ પણ બહુ લાગે છે.
2. કારેલાનું જ્યુસ , જે વ્યક્તિઓને ડાયાબિટીસ અને સુગરની બીમારી છે , તેવા વ્યક્તિઓ માટે કારેલાનું જ્યુસ એ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. કહેવાય છે કે, કારેલાનું જ્યુસ પીવાથી ડાયાબિટીસ અને સુગર ની બીમારી કંટ્રોલમાં આવે છે.
3. લીમડા ઘડાનું જ્યૂસ , આ જ્યુસ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરમાં ડબલ્યુ. બી.સી શ્વેતકણોની સંખ્યામાં વધારો થાય છે .ઉપરાંત આ જ્યુસ ડેન્ગ્યુ માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેમજ ડાયાબિટીસમાં પણ આ એક કારગર ઉપાય સાબિત થયો છે.
4. કેટલાક સીઝનેબલ જ્યુસ પણ અહીંયા ખૂબ જ ફેમસ છે, આમળા ,પાઈનેપલ , ઓરેન્જ , બીટ , ગાજર જેવા જ્યુસ બાળકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ પ્રકારના જ્યુસ સ્વાદની સાથે સાથે આરોગ્યને પણ ઘણો ફાયદો કરે છે.
5. ઘઉંના જવારા નું જ્યુસ , આ જ્યુસ પીવાથી કેન્સરની શરૂઆતના તબક્કામાં ગણી રાહત થાય છે . ઉપરાંત જે વ્યક્તિઓના શરીરમાં કેન્સર ઘૂસી ગયું હોય ,તેને કંટ્રોલમાં લાવવા માટે પણ ઘઉંના જવારા નું જ્યુસ ખૂબ ઉપયોગી છે.
6. નાળિયેરનું જ્યુસ , વર્તમાન જમાનામાં કેંગન વોટર ખૂબ પ્રખ્યાત થયું છે. એવું કહેવાય છે કે , નારિયેળનું જ્યુસ એક આલ્કલાઇન જ્યુસ કહેવામાં આવે છે .જે શરીરને ઘણી બધી રીતે ઉપયોગી થાય છે.
આ ઉપરાંત પણ ઘણી બધી એવી આર્યુવેદિક વનસ્પતિ, ફળ તેમજ શાકભાજીના જ્યુસ સિઝન પ્રમાણે અહીં ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે જ્યુસનો અડધો ગ્લાસ 10 રૂપિયામાં વેચવામાં આવે છે અને આખો ગ્લાસ 15 રૂપિયામાં વેચવામાં આવે છે. સેન્ટર મુખ્યત્વે સવારના 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી શરૂ હોય છે ,તે સમય દરમિયાન ગોધરાવાસીઓ જુદા જુદા પ્રકારના જ્યુસ ની મજા માણી શકે છે.
સ્થળ – અટલ ઉદ્યાન, બગીચા રોડ , ગોધરા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર