મોરબી જિલ્લામાં અપમૃત્યુના ૩ બનાવ
સરવડ ગામે વાડીમાં દવા છાંટતા ઝેરી અસરથી તરૃણીનું મોતઃ વાંકાનેરમાં પાણીમાં ડૂબી જતાં યુવાને જીવ ગુમાવ્યો
મોરબી : મોરબી જિલ્લામાં ત્રણ અપમૃત્યુના બનાવો નોંધાયા છે મોરબી, માળિયા અને
વાંકાનેર પંથકમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે તપાસ ચલાવી છે. મોરબીમાં બેઠા
પુલ પરથી નીચે પટકાતા યુવાનનું મોત થયું હતું. સરવડ ગામે ઝેરી અસરથી તરૃણીનું
જ્યારે વાંકાનેરમાં વોંકળામાં પડી જતા યુવાનનું મોત થયું હતું.
મોરબીના પરષોતમ ચોક હુડકા ક્વાર્ટરમાં રહેતા રાજુભાઈ
સોંડાભાઈ ઠુંગા નામના યુવાન ગત શહેરના બેઠા પુલ નીચે કોઈ કારણોસર નીચે પડી જતા ઈજા
પહોંચતા મોત થયું હતું. બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળિયાના સરવડ
ગામની સીમમાં રહીને મજુરી કરતા અનિતાબેન શોભારામ ડામોર (ઉ.વ. ૧૫) તેનો ભાઈ રાકેશ
અને ભાભી ત્રણેય ગત સરવડ ગામની સીમમાં વાડીએ દવા છાંટતા હતા. ત્યારે અનિતાબેનને
દવાની ઝેરી અસર થતા સારવાર દરમિયાન મોત થયું હતું. માળિયા પોલીસે બનાવની નોંધ કરી
કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરમાં આવેલ ફેવરીટ પ્લસ કારખાના પાછળ મેલડીમાં મંદિર
સામે આવેલ પાણીના હોક્ળામાં અજાણ્યા યુવાનનું વોંકળો કાંઠેથી કોઈ કારણોસર પગ લપસતા
પાણીમાં પડી જતા ડૂબી જતા મોત થયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ
તપાસ ચલાવી છે.