‘મોદી સરકારે ખેડૂતોની ચિંતા કરી’, ખેડાના ઠાસરામાં બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

0
22

  • યોગેન્દ્રસિંહને જીતાડવા માટે ઠાસરામાં ભાજપવાળા ભેગા થાય છે: શાહ 
  • ‘370 દૂર કરીને જવાહરલાલ નેહરુની ભૂલ સુધારી: ગૃહ મંત્રી 
  • કોરોનાની રસીનો રાહુલ ગાંધીએ અપપ્રચાર કર્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે દાહોદના ગરબાળા બાદ ખેડા જિલ્લાના ઠાસરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રેલી યોજીને જાહેર સભાને સંબોધન કર્યું હતું. અમિત શાહે ઠાસરામાં જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોની ચિંતા કરે છે. મોદી સરકારે ઘરે ઘરે વીજળી પહોંચાડી છે.

પોતાની સંબોધનની શરૂઆતમાં અમિત શાહે હુંકાર કર્યો હતો કે છેક દિલ્હી સુધી વાત પહોંચવી જોઈએ કે યોગેન્દ્ર સિંહને જીતાડવા માટે ઠાસરામાં ભાજપવાળા ભેગા થાય છે. બાદમાં પોતાની વાત શરૂ કરતાં પહેલા ડાકોરના ઠાકોર રણછોડરાયને નમન કર્યા હતા. સાથે જ આશાપુરા દેવીને પ્રણામ કર્યા હતા. તો સાથે સાથે, સરદાર વલ્લભભાઈ પટેલને પણ નમન કર્યા હતા. સરસ્વતી ચંદ્રના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી, ઇન્દુચાચા જેવા અનેક મહાનુભાવોએ ચરોતરની ભૂમિમાં જન્મ લીધો એવી ચરોતરની ભૂમિને પણ નમન કર્યા હતા. 

2017માં ભાજપને સફળતા નહોતી મળી છતાં ડાકોરમાં CHCનું આખું તંત્ર બદલવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ઠાસરા વિસ્તારમાં 20 કરોડ રૂપિયાના નવા રોડના કામ ભાજપની સરકારે મંજૂર કર્યું છે. થિજલપુરથી આણંદ સાથે જોડતા પુલના નિર્માણનું કામ ચાલુ કર્યું અને 1 લાખ 55 હજાર બહેનોને ખેડા જિલ્લામાં ગેસના સિલિન્ડર મફત આપવાનું ભાજપની સરકારે કર્યું છે. 4 લાખ 7 હજાર ખેડૂતોના ખાતામાં 485 કરોડ રૂપિયા દર વર્ષે 6 હજાર રૂપિયા કિસાન સન્માન નિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલ્યા છે. 2 લાખ 58 હજાર ઘરોમાં શૌચાલય બનાવી આપણી બહેનોને સન્માન સાથે જીવતી કરવાનું કામ ભાજપની સરકારે કર્યું છે. 

માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ 35 કરોડથી વધુ રૂપિયાની સારવાર 16 હજાર લોકોની સારવાર કરવાનું કામ ભાજપની સરકારે કર્યું છે. ખેડામાં રેલવે પુલનું નિર્માણકાર્ય ચાલુ છે. નડિયાદ, ડાકોર અને પારડીમાં રસ્તાઓ બનાવ્યા અને ઠાસરા ગળતેશ્વર તાલુકાઓમાં 100 કરોડના 72 વિકાસના કાર્યોનું લોકાર્પણ પણ આ ભાજપની સરકારે કર્યું છે. ડાકોરમાં 12 કરોડના ખર્ચે ઉપસિવિલ હોસ્પિટલના ભવનની શરૂઆત કરી ખેડા જિલ્લામાં ચેકડેમ બનાવી તળાવો ઊંડા કરાવી 75 તળાવોના સૌંદર્યકરણના કામો કર્યા અને 200 કરોડ રૂપિયાથી પાણીનું સંચય કરવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે. 

ગૃહમંત્રી કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે પાંચ વર્ષમાં તમે શું કર્યું એ કહો.. તમે તો રામસિંહભાઈની જગ્યાએ આવ્યા પછી આ ઠાસરાને ત્યાંનો ત્યાં જ રાખવાનું કામ કર્યું. તો સાથે સાથે અમિત શાહે વાયદો કર્યો હતો કે યોગેન્દ્રભાઈને એકવાર જીતાડી દો, ઠાસરા મતવિસ્તારને ગુજરાતમાં નંબર વન મતવિસ્તાર બનાવવાનું કામ કરીશું. 

વધુમાં, ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે કોરોના કાળમાં નરેન્દ્ર મોદી સરકારે લોકોને મફતમાં રસી આપવાનું ભગીરથ કામ કર્યું જયારે કોરોના કાળમાં કોંગ્રેસનો એક પણ નેતા જોવા મળ્યો નહતો. તો બીજી બાજુ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોનાની રસીનો અપપ્રચાર કર્યો હતો.

વધુમાં કોંગ્રેસ પર પ્રહારો કરતા અમિત શાહે કહ્યું હતું કે પીએમ મોદીએ કાશ્મીર માંથી કલમ 370 નાબૂદ કરી. જે કોઈ કોંગ્રેસી સરકાર ન કરી શકી. અને કલમ 370 નાબુદ કરીને વડાપ્રધાન મોદીઈ જવાહરલાલ નહેરુની ભૂલ સુધારી છે.

ઠાસરામાં ગૃહમંત્રી અમિત શાહના સંબોધનના અંશો

નરેન્દ્ર મોદી સરકારે દેશના ગરીબોનું ઉત્થાન કરવાનું કામ કર્યું

દરેક ગરીબના ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ કર્યું

પાણી પહોંચાડવા માટે નલ સે જલ ની યોજના શરૂ કરી

5 લાખ સુધીના સ્વાસ્થ્યનો ખર્ચો માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ માફ કર્યો

નરેન્દ્ર મોદીએ 130 કરોડ લોકોના દેશને 230 કરોડ રસીના ડોઝ આપ્યા 

મફત રસી આપી દેશની જનતાને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ કર્યું 

કોરોનાના કપરા કાળમાં જ્યારે કોંગ્રેસવાળા રાજનીતિ કરતાં હતા ત્યારે મોદી સરકારે દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું 

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here