- ગોગા મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યજ્ઞનું આયોજન
- શ્રીફ્ળ હોમવાનાના દર્શનનો તથા પ્રસાદનો લાભ લઇ ભક્ત ધન્યતા અનુભવી
- મદિરના કર્મચારીઓએ ભારે જહેમત ઊઠાવી કાર્યકમને સફ્ળ બનાવ્યો હતો
મોઢેરા ખાતે આવેલ મોઢેશ્વરી ઉર્ફે માતંગી દેવસ્થાન સંસ્થાન ટ્રસ્ટ સંચાલિત ધર્મનગરી મોઢેરા માતાના મંદિરે ગોગા મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધર્મનગરી મોઢેરામાં બ્રાહ્મણ વણિક મોદી સહિત અનેક સમાજના લોકોની કુળદેવી મોઢેશ્વરી ઉર્ફે માતંગી માંનું દિવ્ય મંદિર આવેલું હોવાથી દર પૂનમે અમદાવાદ બરોડા મુંબઈ સહિત દેશભરમાંથી મોઢેશ્વરી માના દર્શનાર્થે ભાવિક ભકતો આવે છે. ભાવિક શ્રાદ્ધાળુઓ માતાજીના દર્શનમાં તથા તેમની સગવડ માટે કોઈ કમી ન રહી જાય તે અર્થે માતંગી દેવસ્થાન સંસ્થાન ભોજન સહિતની અનેક વ્યવસ્થા માટે ખડે પગે રહે છે.
રવિવારે મોઢેશ્વરી માતાના મંદિરમાં ગોગા મહારાજનું દિવ્ય મંદિર બનાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઇ ગુજરાત સહિત અનેક જગ્યાએથી ભક્તો ઉપસ્થિત રહી આ યજ્ઞના દર્શનનો લાભ લીધો હતો. શ્રીફ્ળ હોમવાનાના દર્શનનો તથા પ્રસાદનો લાભ લઇ ભક્ત ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગને કોઈ કચાસ રહી ન જાય તેના માટે મોઢેશ્વરી ઉર્ફે માતંગી દેવસ્થાન સંસ્થાનના પ્રમૂખ, મંત્રી સમીરભાઈ ત્રિવેદી સહિતનાં ટ્રસ્ટીગણ અને વહીવટી કમિટી સહિત મદિરના કર્મચારીઓએ ભારે જહેમત ઊઠાવી કાર્યકમને સફ્ળ બનાવ્યો હતો.