
Last Updated:
Rahul Gandhi in Gujarat: રાહુલ ગાંધીએ સંબોધનમાં જણાવ્યું છે કે, દેશમાં બે વિચારધારા છે ભાજપ – આરએસએસ અને કોંગ્રેસ. દેશને ખબર છે કે, આરએસએસ અને ભાજપને એક જ પાર્ટી કોંગ્રેસ જ હરાવી શકે છે.
મોડાસા: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે તેમના પ્રવાસના બીજા દિવસે કોંગ્રેસ સંગઠનમાં બદલાવની શરૂઆત મોડાસાથી કરવામાં આવી છે. મોડાસામાં સંગઠન સર્જન અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ અરવલ્લી જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરી છે અને બુથ લેવલના કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધીએ સંવાદ કર્યો છે. રાહુલ ગાંધીએ સંબોધનમાં અનેક મહત્ત્વની વાત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આરએસએસ અને ભાજપ દેશમાં પરાજિત કરવા હોય તો તેનો રસ્તો ગુજરાતથી શરૂ થાય છે.
“ભાજપને કોંગ્રેસ જ હરાવી શકે છે”
રાહુલ ગાંધીએ સંબોધનમાં જણાવ્યું છે કે, દેશમાં બે વિચારધારા છે ભાજપ – આરએસએસ અને કોંગ્રેસ. દેશને ખબર છે કે, આરએસએસ અને ભાજપને એક જ પાર્ટી કોંગ્રેસ જ હરાવી શકે છે. આરએસએસ અને ભાજપ દેશમાં પરાજિત કરવા હોય તો તેનો રસ્તો ગુજરાતથી છે. અમારી પાર્ટી પણ ગુજરાતથી શરૂ થઈ હતી. કોંગ્રેસ પાર્ટી વિચારધારા કોંગ્રેસથી જ શરૂ થઈ હતી.
“ગુજરાતમાં આ લડાઈ લડીશું અને જીતીશું”
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યુ છે કે, અમારી ચર્ચામાં મુખ્ય મુદ્દો એ નીકળ્યો કે ગુજરાતના જિલ્લાઓને અમદાવાદથી નહીં પણ જિલ્લામાંથી જ ચલાવવો જોઈએ. જિલ્લાના નેતાઓને મજબૂત બનાવવા જોઈએ અને ખાસ કરીને જિલ્લા પ્રમુખને જવાબદારી અને સત્તા આપીને તેમને મજબૂત બનાવવા જોઈએ. જિલ્લા પ્રમુખ એકલા નહીં હોય પરંતુ એક આખી સમિતિ હશે, જેની મદદથી અને નિર્ણયથી સમગ્ર જિલ્લાનું સંચાલન થશે અને તેના પર કોઈ દબાણ નહીં હોય. કોંગ્રેસ પાર્ટી સંગઠન પોતે નક્કી કરશે કે કોણ ચૂંટણી લડશે અને કોણ નહીં અને આ નિર્ણયમાં કોઈ દબાણ રહેશે નહીં. અમે આ કાર્ય ગુજરાતથી શરૂ કરી રહ્યા છીએ. આપણી લડાઈ વિચારધારા વિશે છે. આપણે ગુજરાતમાં આ લડાઈ લડીશું અને જીતીશું.
“રેસના ઘોડાને દોડાવીશું, લગ્નના ઘોડાને નચાવીશું”
આ સાથે તેમણે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું મનોબળ ઘણા વર્ષોથી નીચું રહ્યું છે, પરંતુ પાર્ટીને મજબૂત બનાવવી અને તેનું મનોબળ વધારવું એ મુશ્કેલ કાર્ય નથી. અમે આ કાર્ય કોઈપણ કિંમતે પૂર્ણ કરીશું.
રાહુલ ગાંધીએ વ્યંગમાં કહ્યું કે, મેં પહેલા કહ્યું હતું કે બે ઘોડા છે પણ હવે ત્રીજો ઘોડો પણ આવ્યો છે, તે લંગડો ઘોડો છે. આ ઘોડાઓને અલગ અલગ કરીશું. એક ઘોડો રેસનો છે તેને દોડાવીશું, લગ્નના ઘોડાને આપણે નચાવીશું.
April 16, 2025 1:27 PM IST
[ad_1]
Source link