ભરૂચ: જંબુસર પાસે આમોદ રોડ પર એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમા ટ્રક અને ઈકો કાર ધડાકાભેર અથાડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમા કુલ 5 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે 3 લોકોની હાલત ગંભીર છે. જેથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટનાને લઈને રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ પણ વાંચો:
વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાને લઈ મોટી કાર્યવાહી, 2 પોલીસ કર્મચારી સસ્પેન્ડ
5 લોકોના કરૂણ મોત
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ઈકો કાર ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે કારમાં જે મુસાફરો બેઠા હતાં, તેમાથી પાંચ મુસાફરોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતાં. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ તરત સ્થળ પર પહોંચી હતી. જેમાં એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:
મિત્રએ જ મિત્રને ફ્રિજ આપવી ઉતાર્યો મોતને ઘાટ, સુરતમાં હત્યાનો ભયંકર કિસ્સો
રોડ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ
અહીં ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતને લઈને રોડ પર પણ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. અકસ્માતમાં વાહનોની હાલત જોઈને રોડ પર ઉભેલા લોકોના પણ રૂવાંડા ઉભા થઈ ગયા હતા. મગણાદ ગામ પાસે આવેલી ક્રિષ્ના હોટલ પાસે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના કૂચા વળી ગયા અને 5 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર