- ગુજરાત પંચાયત ધારા મુજબ અરજી કરતા પંચનામા કરાયા
- પંચનામુ કરી વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ
- મકાન અને સ્થળોના પંચનામાની કાર્યવાહી હાથ ધરી
ધાનેરા તાલુકાના મોટા મેડા ગામના અરજદારે મોટા મેડા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તેમની સાથે અન્ય ત્રણ પંચાયતનાં સભ્યોએ ગ્રામ પંચાયતની જમીનમા દબાણ કર્યું હોવાની અરજી જિલ્લા વિકાસ અધિકારીને કરી છે.જેના ભાગ રૂપે જિલ્લા વિકાસ અધિકારીની કચેરીથી સરપંચ તેમજ મોટા મેડા ગ્રામ પંચાયતના તમામ સદસ્યોનો કોઈ ગામમાં દબાણ કર્યું છે કે નહીં તે સ્થળની મુલાકાત લઈ પંચનામુ કરી વિગતવાર અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો છે.ધાનેરા તાલુકા વિકાસ અધિકારી રાજેશભાઈ ધનગર તેમજ વિસ્તરણ અધિકારી પંચાયત વિભાગે મોટા મેડા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યોના રહેણાક મકાન અને સ્થળોના પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.મોટા મેડા ગામના અરજદારોએ 4 વ્યક્તિના નામ જોગ દબાણ બાબતે અરજી કરી છે.સરપંચ સાથે અન્ય ત્રણ સભ્યો વિરુદ્ધ ગુજરાત પંચાયત ધારાની કલમ 57.1 મુજબ કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે. જેને લઇ ગુરૂવારે પંચનામુ કરાયું છે. સાથે અરજદારો શાંતિભાઈ તથા ઇશ્વરભાઇએ તપાસ કરતી ટીમ પર ભરોસો વ્યકત કર્યો હતો.ધાનેરા તાલુકાના મોટા મેડા ગ્રામ પંચાયતના સરપંચ સાથે અન્ય ત્રણ ગ્રામ પંચાયતના સભ્યો વિરુદ્ધ છેલ્લા 6 માસ પહેલા અરજદારે દબાણ બાબતે અરજી કરી હતી. જે અરજી બાબતે આજથી તપાસ શરૂ થઈ ગઈ છે. આ મામલે ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પરિવારજનો જણાવી રહ્યા છે કે, મોટા મેડા ગામના જગસીભાઇ, ગોહિલભાઈ અરજદારોએ જણાવેલ કે તેમના ઘર પડાવી રહ્યા છે .જે ગરબોને હેરાન કરી રહ્યા છે.જમીન લેવા માટે હેરાન કરી રહ્યાછે.મોટામેડા ગ્રામપંચાયતના સરપંચ મહિલા દલિત છે જ્યારે ઉપ.સરપંચ ચૌધરી સમાજના છે. હવે જોવાનું એ છે કે, સરકારી તપાસ અને અહેવાલમાં મોટા મેડા ગ્રામપંચાયતનું કેટલું દબાણ બહાર આવે છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે, અરજી મળતા પંચનામું કરેલ છે.