Home BHAVNAGAR મેવાસા નજીકથી દોઢ લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 1 5 lakh seized near Mewasa

મેવાસા નજીકથી દોઢ લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 1 5 lakh seized near Mewasa

મેવાસા નજીકથી દોઢ લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ | Car loaded with liquor worth Rs 1 5 lakh seized near Mewasa

– બહારથી દારૂ લાવનાર બુટલેગર ફરાર

– લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ,કાર મળી રૂ. 5.23 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : ભાવનગરના સનેસ ગામથી મેવાસા ગામ જતા રોડ ઉપર ચામુંડા માતાજીના મંદિર પાસે આવેલ બાવળની કાંટમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી હતી.પોલીસે સ્થળ પરથી દારૂ કાર મળી રૂ.૫.૨૩ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.જ્યારે બુટલેગર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર, એલસીબી. પોલીસ સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,અગાઉ ઈંગ્લીશ દારૂના ગુનામાં પકડાયેલ હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઇ ગુજરીયા (રહે.પ્લોટ નંબર-૨૨૨, મેલડીમાની ધાર, ખેડુતવાસ, ભાવનગર ) એ પોતાના કબ્જાની સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્વીફટ કારમાં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી આ કાર સાથે ભાવનગર સનેસ ગામથી મેવાસા ગામ જતા રોડ ઉપર, ચામુંડા માતાજીના મંદિર પાસે આવેલ બાવળની કાંટમાં ઉભેલ છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ દરોડો કરી તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની ૮૫૦ બોટલ મળી આવતા પોલીસે કબજે લીધી હતી.લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની બોટલ ૮૫૦ રૂ.૧,૨૩,૨૫૦ ,કાર કિંમત રૂ.૪,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૫,૨૩,૨૫૦ નો મુ્દામાલનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.પરંતુ હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઇ ગુજરીયા નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.નાસી છૂટેલા હર્ષદ ઉર્ફે જર્મન વિરૂધ્ધ ભાવનગર, વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

[ad_1]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here