મેઘરાજાને ગુજરાત પર ઉભરાયું હેત, અંબાજી સહિત અનેક સ્થળોએ કરી અમીવર્ષા

HomeGadhdaમેઘરાજાને ગુજરાત પર ઉભરાયું હેત, અંબાજી સહિત અનેક સ્થળોએ કરી અમીવર્ષા

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • જતાં જતાં વરસાદે ફરી ભીંજવ્યું ગુજરાત
  • અનેક સ્થળોએ થઈ મેઘવર્ષા
  • અંબાજીમાં માઈભક્તોને ભીંજવ્યા

વરસાદની સીઝન પૂરી થવામાં હવે દિવસો ગણાઈ રહ્યા છે. હવામાન શાસ્ત્રીઓની આગાહી અનુસાર વરસાદ હવે ટૂંકસમયમાં જ ગુજરાતમાંથી વિદાય લેશે. જો કે આ પહેલા પણ મેઘરાજાને ગુજરાત પર જાણે કે હેત ઉભરાયું હોય તેમ આજે વધુ એકવાર ગુજરાતમાં સાર્વત્રિક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. અંબાજીમાં માતાના ધામમાં મહામેળાના અંતિમ ચરણમાં વરસાદે માઈભક્તોને અમીવર્ષાથી ભીંજવ્યા હતા.

સર્વત્ર મેઘમલ્હાર

મળેલ જાણકારી પ્રમાણે ગુજરાતમાં અનેક સ્થળોએ આજે ફરી મેઘ પધરામણી થઈ હતી. યાત્રાધામ અંબાજીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ નોંધાતા માઈભક્તો ખૂબ જ ભીંજાયા હતા. જેથી પાણીથી બચવા માટે બજારો પદયાત્રીઓ જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાઈ ગયા હતા. ખાસ કરીને વરસાદથી બચવા માટે પદયાત્રીઓ ટેન્ટમાં ઘૂસી ગયા હતા.

તો બીજી બાજુ ચામુંડા માના ધામ ચોટીલામાં પણ મેઘો મન મૂકીને વરસ્યો હતો. સતત એક કલાકથી પણ વધુ સમય સુધી ભારે વરસાદના લીધે ચારેબાજુ પાણીનું જ સામ્રાજ્ય જામ્યું હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગર પંથકના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ઘટના નોંધાઈ હતી. જેમાં મહુવા પંથકમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. આ સિવાય અમરેલી જિલ્લાના બગસરા અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે દેખા દીધી હતી. ભારે વરસાદના લીધે બગસરાના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા. જેથી ટ્રાફિક અવરોધાયો હતો. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના લીધે ખેતરોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

જેતપુરમાં વરસાદ

જેતપુર પંથકમાં પહેલા ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. જો કે થોડા જ સમયમાં મેઘાનો મિજાજ પલટાયો અને ભારે ગાજવીજ સાથે તે વરસ્યો હતો. લાંબા સમયના વિરામ બાદ વરસાદના આગમનના લીધે વાતાવરણમાં ચારેકોર ઠંડક પ્રસરી ગઈ હતી. જેથી લોકોને અસહ્ય બફારામાંથી શાંતિ મળી હતી અને લોકોએ વરસાદના આગમનને વધાવ્યું હતું.

ગીર સોમનાથમાં મેઘો મહેરબાન

સાથે જ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા અને કોડીનાર પંથકમાં પણ વરસાદનું આગમન નોંધાયું હતું. ખાસ કરીને સુત્રાપાડાના લોઢવા અને પ્રશ્નાવડા સહિતના ગામોમાં વર્ષા થઈ હતી. ઉપરાંત વેરાવળના ગ્રામ્ય પંથકમાં પણ લાંબા બફારા બાદ ફરીથી મેઘરાજાનું આગમન થયું હતું. વેરાવળના કોડીદ્રા, ભેટાળી, માથાશૂરીયા અને આજુબાજુના ગામોમાં અમીવર્ષાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી. ખાસ કરીને આ પાછોતરા વરસાદથી મગફળી, સોયાબીન, કપાસ અને તુવેર જેવા પાકોને ખૂબ જ ફાયદો થશે તેવું તેમનું માનવું છે.

પૂર્વી ગુજરાતમાં વરસાદનું પુનરાગમન

પૂર્વી ગુજરાતમાં પણ વરસાદે દેખા દીધી હતી. દાહોદમાં અને લીમડી સહિતના તેના આસપાસના વિસ્તારમાં વાતાવરણ પલટાયું હતું અને આકાશમાંથી મેઘરાજાએ પધરામણી કરી હતી. દિવસભરના બફારથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરુચ અને જંબુસરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ માહોલ બંધાતા કોરા, ટુંડજ, વરેજા જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી પ્રસરી હતી.

મહેસાણામાં મેઘસવારી

આ સિવાય મહેસાણા જિલ્લાના તમામ વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસ્યો હતો. જેથી લોકોને ગરમીથી રાહત મળી હતી. તો બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન નોંધાયું હતું. ઢસા, પડવદર, ગોરડકા જેવા ગામોમાં વરસાદ ખાબક્યો હતો. બરવાળા પંથકના કુંડળ,બેલા,રોજીદ,રાણપરી, વહીયા,ભીમનાથ,પોલારપુર,રામપરામાં વરસાદ નોંધાયો હતો.

અમરેલીમાં અમીવર્ષા

અમરેલી જિલ્લાના ખાંભામાં પણ ખડાધાર,જામકા,બોરાળા,પીપળવા,ચકરાવા જેવા ગામોમાં મેઘો મહેરબાન થયો હતો તો વડિયા ખાતે મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવી સ્થિતિ બનવા પામી હતી. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon