મેઘપર કુંભારડીમાં આધેડ ઉપર 6 શખ્શોએ પથ્થરોથી હુમલો કર્યો | 6 men attacked a middle aged man with stones in Meghpar Kumbhardi

HomeKUTCHમેઘપર કુંભારડીમાં આધેડ ઉપર 6 શખ્શોએ પથ્થરોથી હુમલો કર્યો | 6 men...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

મકાન ખાલી કરવા જેવી બાબતે

રાપરની ગજુવાંઢની સીમમાં યુવાન પર ત્રણ શખ્સોનો ધોકા અને ધારિયા વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ

ગાંધીધામ: અંજારનાં મેઘપર કુંભારડીમાં મકાન ખાલી કરાવવા બાબતે આધેડ પર તેના જ પરિવારનાં ૬ શખ્સોએ ગાળાગાળી કરી અને મકાન પર પથ્થરો ફેંક્યા હતા. જેમાં આધેડ ઘાયલ થયો હતો અને તેની કારમાં નુકશાન થતા આધેડે પરિવારનાં જ તમામ ૬ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. તો બીજી બાજુ અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી રાપરની ગજુવાંઢમાં યુવાન પર ત્રણ શખ્સોએ લાકડાનાં ધોકા અને ધારિયા વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. જેમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.

અંજારનાં મેઘપર કુંભારડીમાં ઈદગોર ઝુંપડામાં રહેતા હબીબ હાજી શેખે ફરિયાદ નોંધાવી હતી કે, મકાન આપવા બાબતે ફરિયાદીનાં પરિવારનાં જ આરોપી સબીર હબીબ શેખ, સુલતાન હબીબ શેખ, અફઝલ હબીબ શેખ, સેનાજ અબ્દુલ શેખ, હસીના હબીબ શેખ અને અજીત અબ્દુલ શેખે ફરિયાદીનાં ઘર પર પથ્થરો ફેંકી ફરિયાદીને ઈજાઓ પહોંચાડી હતી તેમજ ફરિયાદીની કારમાં પથ્થર મારી કાંચ તોડી નુકશાન પહોચાડયું હતુ. જેથી ફરિયાદીએ તમામ બે મહિલા સહીત કુલ ૬ શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.તો બીજી બાજુ રાપરનાં ગજુવાંઢમાં રહેતા નાનજીભાઈ મોતીભાઈ કોળીએ ફરિયાદ નોંધાવી હતી કે, અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી આરોપી રામશી મોતીભાઈ કોળી, અભુ હોથી કોળી અને સાથે એક અજાણ્યો શખ્સ ગજુવાંઢ જવાના રસ્તા પર શિવલખા સીમમાં ફરિયાદી પર હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને લાકડાનાં ધોકા અને ધારિયાનાં ઊંધા ઘા મારી ફરિયાદીને ફ્રેક્ચર સહીતની ઈજાઓ પહોંચાડી હતી. જેથી ફરિયાદીએ ત્રણેય આરોપી વિરુદ્ધ લાકડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon