મૃત્યુ પછી નવીનચંદ્ર ભાઈ 5 લોકોને નવું જીવન આપતા ગયા, પરિવારે આપી અંગદાનની સંમતિ-Even after death Navinchandra Bhai continued to give new life to 5 people family gave consent for organ donation

0
1

આણંદ ખાતે પોતાના પરિવાર સાથે રહેતા અને 100 ફૂટ રોડ નવજીવન ઓર્થોપેડિક હોસ્પિટલની સામે પ્રોવિઝન સ્ટોર ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હાર્દિક, સોમવાર તા. 10 માર્ચના રોજ મોર્નિંગ વોક કરીને આવ્યા બાદ નાસ્તો કર્યા પછી સ્નાન કરવા માટે ગયા હતો, અડધો કલાક પછી પણ તે બાથરૂમમાંથી બહાર નહીં આવતા તેની ગર્ભવતી પત્નીએ બાથરૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ખુલી ગયો અને જોયું તો હાર્દિક બેભાન અવસ્થામાં હતા. પરિવારજનોએ તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં આઇરીશ હોસ્પિટલમાં ફિઝીશિયન ડૉ. પાર્થ શાહની સારવાર હેઠળ દાખલ કરી, સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતા નાના મગજમાં હેમરેજ હોવાનું નિદાન થયું હતું. તા. 13 માર્ચના રોજ ન્યુરોસર્જન ડૉ. સચિન પટેલ, ન્યુરોફિઝીશિયન ડૉ. હિમાંશુ પટેલ, ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. નિતાંત ત્રિવેદી, મેડિકલ ડિરેક્ટર ડૉ. મેહુલ પટેલ અને ફિઝીશિયન ડૉ. પાર્થ શાહે હાર્દિકને બ્રેઈનડેડ જાહેર કર્યો.

આયરીશ હોસ્પિટલના ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. નિતાંત ત્રિવેદીએ ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી હાર્દિકના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફ આણંદની ટીમના નિખિલ શાસ્ત્રી, નિશીલ પટેલે (પપ્પુભાઈ) હોસ્પિટલ પહોંચી હાર્દિકના પિતા નવીનચંદ્ર, માતા દક્ષાબેન, તેમજ શેલત પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. પરંતુ અંગદાન અંગે કાયદાકીય રીતે હાર્દિકની પત્ની નીમાની સંમતિ લેવી જરૂરી હતી. હાર્દિકની પત્ની નીમાએ 12 માર્ચના રોજ આકાંક્ષા હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. આથી ડોનેટ લાઈફની ટીમ હાર્દિકના માતા-પિતા સાથે આકાંક્ષા હોસ્પિટલ પહોંચી નીમાને તેના પતિ હાર્દિકના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી, અંગદાનનું મહત્વ સમજાવી જણાવ્યું કે જો તે હાર્દિકના અંગદાન અંગે સંમતિ આપે તો પાંચથી સાત અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળી શકે.

ખુબ જ કઠણ હૃદયે હાર્દિકની ધર્મપત્ની નીમા તેમજ તેના વૃદ્ધ માતા-પિતાએ જણાવ્યું કે, બનવાકાળ જે ઘટના બનવાની હતી તે બની ગઈ છે, મારા પતિ/પુત્ર બ્રેઈનડેડ છે, અંગદાનનું કાર્ય ઈશ્વરીય કાર્ય છે. શરીર તો રાખ જ થઈ જવાનું છે, મારા પતિ/પુત્રના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલને, ફેફસાં અમદાવાદની કે.ડી. હોસ્પિટલને, લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, બે કિડનીમાંથી એક કિડની અમદાવાદની એપોલો હોસ્પિટલ અને બીજી કિડની વડોદરાની ઝાયડસ હોસ્પિટલને ફાળવવામાં આવી. હૃદય, ફેફસાં, લિવર અને કિડનીનું દાન મેળવવા માટે અમદાવાદની યુ.એન. મહેતા, કે.ડી. હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલના ડોકટરોની ટીમ આણંદની આયરીશ હોસ્પિટલ પહોંચી હતી પરંતુ હૃદય અને ફેફસાંનું દાન મેડિકલ કારણોસર થઈ શક્યું ન હતું.

લિવર અને કિડનીનું દાન અમદાવાદની ઝાયડસ હોસ્પિટલના ડૉ. યશ પટેલ, ડૉ. મયુર પટેલ અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર રાજુભાઈ ઝાલાએ આણંદની આયરીશ હોસ્પિટલ પહોંચી સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી 47 વર્ષીય મહિલામાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

દાનમાં મેળવવામાં આવેલી બે કિડનીમાંથી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની રહેવાસી ઉ.વ. 31 વર્ષીય મહિલામાં અમદાવાદની એપોલો હોસ્પિટલમાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ લુણાવાડાની રહેવાસી ઉ.વ. 49 વર્ષીય મહિલામાં વડોદરાની ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. ચક્ષુઓનું દાન આણંદની સંકરા આઈ હોસ્પિટલે સ્વીકાર્યું. લિવર અને કિડની સમયસર રોડ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે આણંદની આઈરીશ હોસ્પિટલથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ સુધીના માર્ગનો ગ્રીન કોરિડોર આણંદ શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકારથી બનાવવામાં આવ્યો હતો.

જેમાં આણંદના પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણીનો સહકાર સાંપડ્યો હતો. શેલત પરિવારના અંગદાનના કાર્યને બિરદાવી હાર્દિકની 12 માર્ચના રોજ જન્મેલી પુત્રીના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી ચરોતર વિદ્યામંડળના પ્રમુખ ભીખુભાઈ પટેલ અને ઉપપ્રમુખ મનીષભાઈ પટેલે સ્વીકારી હતી. ઉલ્લેખનીય છે કે આણંદની આયરીશ હોસ્પિટલથી સૌપ્રથમ વખત અંગદાન કરાવવામાં આવ્યું હતું, અંગદાન કરાવતા પહેલા હોસ્પિટલનું ઓર્ગન & ટીસ્યુ રીટ્રાઈવલ હોસ્પિટલ (OTRH) તરીકેનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હતું.

આ રજીસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર હર્ષા સીકડાર સાથે રહી કરી હતી, જેમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ (બકાભાઈ)નો સહકાર સાંપડ્યો હતો. માનવતાના આ મહાયજ્ઞમાં અમુલ્ય અંગોનું દાન આપનાર પુણ્ય નિષ્ઠ સ્વ. હાર્દિક નવીનચંદ્ર શેલત ઉ.વ. 40ના પરિવારની ડોનેટ લાઈફ ભાવ વંદના કરે છે. તેમના પરિવારજનોને તેમના આ સેવાકીય સંકલ્પ બદલ ઋણ સ્વીકાર કરીએ છીએ.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નીલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં હાર્દિકની ધર્મપત્ની નીમા, પિતા નવીનચંદ્ર, માતા દક્ષાબેન, સાળી કીર્તિકા પંડ્યા, નીમાના માતા-પિતા તેમજ શેલત પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ. સચિન પટેલ, ન્યુરોફિઝીશિયન ડૉ. હિમાંશુ પટેલ, મેડિકલ ડિરેક્ટર ડૉ. મેહુલ પટેલ, ફિઝીશિયન ડૉ. પાર્થ શાહ અને ઇન્ટેન્સિવિસ્ટ ડૉ. નિતાંત ત્રિવેદી, મેડિકલ એડમિનિસ્ટ્રેટર હર્ષા સીકડાર, આયરીશ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના ટ્રસ્ટી પ્રકાશ પટેલ (ઓડ), ડોનેટ લાઈફ આણંદ ટીમના સુનીલ શાહ (બોરીયાવી), નિખિલ શાસ્ત્રી, નિશીલભાઈ (પપ્પુ) પટેલ, શૈલુભાઈ પટેલ (કોમ્ફી), કિરણભાઈ પટેલ (કોમ્ફી), મનીષભાઈ પટેલ (ચારુતર વિદ્યામંડળ), પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, નિહીર પ્રજાપતિ, હર્ષ સિંહા, ભરતભાઈ ત્રિવેદી, જતીનભાઈ કાપડિયાનો સહકાર સાંપડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ડોનેટ લાઈફ દ્વારા કુલ 1306 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 530 કિડની, 230 લિવર, 55 હૃદય, 52 ફેફસાં, 9 પેન્ક્રીઆસ, 8 હાથ, 1 નાનું આંતરડું અને 421 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1202 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here