મુળીના નાડધ્રીમાં બોરવેલની કામગીરી દરમિયાન કોમ્પ્રેસર ફાટતા આગ લાગી | Compressor bursts during borewell work in Naddhri Mulini causing fire

0
4

– મશીનરી, બે ટ્રક સહિતનો મુદ્દામાલ બળી જતા નુકસાન : સ્થાનિક લોકોની ત્વરિત કાર્યવાહીથી દુર્ઘટના ટળી

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના નાડધ્રી ગામની સીમમાં બોરવેલની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન અચાનક કંમ્પ્રેસર ફાટતા આગ લાગી હતી જેને પગલે દોડધામ મચી જવા પામી હતી જોકે સવારનો સમય હોવાથી લોકોની અવર-જવર નહિંવત હોય જાનહાનીનો બનાવ બન્યો નહોતો પરંતુ બોરવેલની મશીનરી સાથેનો ટ્રક બાજુમાં રહેલ ટ્રક બળીને ખાખ થઈ જતાં મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ મુળીના નાડરી ગામની સીમમાં મશીન દ્વારા બોરવેલની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન અચાનક કંમ્પ્રેસર ફાટતા આગનો બનાવ બન્યો હતો જેના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જ્યારે આગને પગલે બોરવેલની કામગીરી કરતી મશીનરી સાથેના ટ્રક અને બાજુમાં રહેલ ટ્રક સહિત લાખોની કિંમતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું આ બનાવની જાણ થતાં સ્થાનીક ગ્રામજનો, ખેડુતો સહિતનાઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતા તેમજ ફાયર ફાયટર ટીમને પણ જાણ કરતા ઘટના સ્થળે પર આવી પહોંચી હતી અને આગને બુઝાવવાની કામગીરી હાથધરી હતી. આ બનાવમાં સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ ન બનતાં દુર્ધટના ઘટતા ટળી હતી જ્યારે પોલીસે પણ સ્થળ પર પહોંચી આગ લાગવા પાછળનું સાચું કારણ જાણવા તજવીજ હાથધરી હતી.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW

LEAVE A REPLY

We cannot recognize your api key. Please make sure to specify it in your website's header.

    null
     
    Please enter your comment!
    Please enter your name here