- ટુંડા લેબર કોલોની પાસે પવનથી પતરા ઉડ્યા
- ગાંધીધામ રેલવે સ્ટેશને 15 કોચની ટ્રેન સ્ટ્રેન્ડ બાય કરાઇ
- પવનને કારણે બસ સ્ટેન્ડ પાસે વૃક્ષ ધરાશાયી થયા
કચ્છના મુન્દ્રા પોર્ટ પર 2200 કિલોના કન્ટેનર હવાથી પડી ગયા હતા. જેમાં મુન્દ્રા પોર્ટ પર બિપોરજોયની અસર જોવા મળી છે. ત્યારે મુન્દ્રામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ભારે પવનથી બસ સ્ટેન્ડ પાસે વૃક્ષ ધરાશાયી થયા છે.
ટુંડા લેબર કોલોની પાસે પવનથી પતરા ઉડ્યા
ટુંડા લેબર કોલોની પાસે પવનથી પતરા ઉડ્યા છે. તથા યાર્ડમાં કન્ટેનર ભારે પવનના કારણે પડી ગયા છે. કચ્છ-મુન્દ્રામાં બિપોરજોય વાવાઝોડાની અસર સામે આવી છે. ત્યારે મુન્દ્રામા વાતાવરણમાં પલટો આવ્યો છે. તથા પવન સાથે વરસાદ શરૂ થયો છે. પવનને કારણે બસ સ્ટેન્ડ પાસે વૃક્ષ ધરસાઈ થયા છે. કચ્છમાં વાવાઝોડને લઈ રેલવે પ્રશાસન સજ્જ થયુ છે. તેમાં સ્થિતિને પહોંચી વળવા માટે ટ્રેન સ્ટેન્ડ બાય કરાઇ છે. ગાંધીધામ રેલવે સ્ટેશને 15 કોચની ટ્રેન સ્ટ્રેન્ડ બાય કરાઇ છે.
વાવાઝોડુ આજે સાંજે ટકરા છે તેવી આગાહી હવામાન વિભાગે કરી
કચ્છના અબડાસા તાલુકાના જખૌ બંદર નજીક વાવાઝોડુ આજે સાંજે ટકરા છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. વાવાઝોડુ ટકરાય તે પહેલા જ અબડાસા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા બધી જ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. દરિયાકાંઠાથી 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવતા ગામડાઓમાં કાચા મકાનમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. લગભગ 11000 જેટલા લોકોને શેલ્ટર હોમમાં મુકાયા છે. સેન્ટર હોમમાં તેમના માટે જમવા ઉપરાંત ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો બે દિવસ સુધી ચાલી શકે એટલો પુરવઠો પણ સંગ્રહી રાખવામાં આવ્યો છે.
અમદાવાદની ફાયર ટીમ પણ તેનાત કરવામાં આવી
આપાતકાલીન પરિસ્થિતિમાં બચાવ કાર્યોમાં જોડાવા અબડાસા તાલુકામાં હાજર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઇન્ડિયન એરફોર્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની ટીમો ઉપરાંત એનડીઆરએફ sdrf અને અમદાવાદની ફાયર ટીમ પણ તેનાત કરવામાં આવી છે.