મુંબઈ રત્નાગીરીના દરિયામાં દીવની ફિશિંગ બોટમાં આગ લાગતા ખાખ | Diu fishing boat catches fire in Ratnagiri sea Mumbai ashes

HomeRAJKOTમુંબઈ રત્નાગીરીના દરિયામાં દીવની ફિશિંગ બોટમાં આગ લાગતા ખાખ | Diu fishing...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

સલાયાનું વહાણમાં કરાંચી નજીક ડૂબી જવાની ઘટના બાદ નવી ઘટના

મશીન રૂમમાં શોક સરકીટ થવાની સાથે  ડિઝલ પાઈપ ફાટી જવાથી બોટ અગનગોળો બની દરિયામાં જ નાશ પામી, ટંડેલ સહિત પાંચ ખલાસીઓને અન્ય બોટ દ્વારા બચાવી લેવાયા

રાજકોટ,દીવ : તાજેતરમાં સલાયાનું માલવાહક લાકડાના વહાણમાં કરાંચીના દરિયામાં તોફાન થવાથી હાલકડોલક થઈને ડૂબી જવાની ઘટના તાજી જ છે ત્યાં દરિયાને લગતી બીજી ઘટના બની છે. જેમાં દીવની માછીમારી કરતી બોટમાં મુંબઈ નજીક અચાનક આગ ફાટી નીકળતા તારાજ થઈ ગઈ છે. જેમાં બેઠેલા ટંડેલ સહિત પાંચ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે.

બનાવની વધુ વિગત મુજબ દીવના સાઉદવાડીના મહિલા બોટ માલિક જીવીબેન કરશનભાઈ બામણિયાની’ રાધેશ્યામ ‘નામની બોટ માછીમારી માટે મુંબઈના દરિયામાં પહોંચી હતી એ વખતે મુંબઈ રત્નાગીરી સમુદ્રમાં માછીમારી ચાલતી હતી એ વખતે જ બોટમાં કોઈ કારણસર શોકસરકીટ થવાની સાથે જોગાનુંજોગ ડીઝલની પાઈપ પણ ફાટી જતાં આખી બોટમાં આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગ પ્રસરી ગઈ હતી. આ ઘટના બનતા બોટ માલિકે ફિશરિઝ વિભાગના અધિકારી શુકર આંજણીને કરતા તેઓએ પરિસ્થિતિ પામી જઈને કોસ્ટગાર્ડને જાણ કરી મદદે પહોંચવા કહ્યું હતુુ. જો કે કોસ્ટગાર્ડ ઘટનાસ્થળે બચાવમાં પહોચે એ પહેલા ફિશિંગ બોટ અગનગોળો બનીને આગમાં રાખ થઈ ગઈ હતી. આ વખતે બોટમાં રહેલા ટંડેલ આકાશ છગન જેઠવા અને પાંચ ખલાસીઓ મુકેશ ભીમા, રમેશ ભીમા, અજય રમેશ, બીતેશ કુમાર જમશુભાઈ ,ડાયાભાઈ બામણીયા,ના જીવ જોખમમાં મૂકાયા હતા. એ વખતે દરિયામાં રહેલી ‘કુળદેવી કૃપા ‘નામની અન્ય બોટે રેસ્ક્યુ માટે પહોંચી જઈ તમામ ખલાસીઓને બચાવી લીધા હતા. આ બાબતની જાણ ફિશરિઝ અધિકારીએ દીવના કલેકટરને કરી છે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon