ઠંડીના ચમકારા વચ્ચે તસ્કર ટોળકી સક્રિય
જામનગરના દલિત નગર વિસ્તારમાં ત્રણ મકાનોને એક સાથે નિશાન બનાવી ૭૦ હજારની મત્તાની ચોરી
જામનગર : જોડિયા તાલુકાના માવના ગામમાં રહેતા એક ખેડૂતના માત્ર છ
કલાક માટે બંધ રહેલા મકાનને ધોળે દહાડે તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી
રૃપિયા ૧.૩૨ લાખની માલમતા ની ચોરી કરવી લઈ ગયાની ફરિયાદ જોડીયા પોલીસ મથકમાં
નોંધાવાઇ છે. ખેડૂત દંપતિ માતાજીના દર્શને ગયા હતા, જે દરમિયાન પાછળથી હાથ ફેરો કર્યો હતો. જામનગરમાં દલિત નગર વિસ્તારમાં એકી સાથે ત્રણ
મકાનોને નિશાન બનાવી લીધા છે,
અને રૃપિયા ૭૦,૦૦૦ની
માલમતાની ચોરી કરી લઈ ગયા છે.
જોડિયા તાલુકાના માવના ગામમાં રહેતા અને ખેતી કામ કરતા
દયાળજીભાઈ પેથાભાઇ રામપરિયા દિવસના સમયે પોતાના પત્ની અનસોયાબેન સાથે મકાનને તાળું
મારીને બાલંબા ગામે આવેલા પોતાના માતાજીના દર્શનાર્થે ગયા હતા, દર્શન કરીને
સાંજે પરત ફર્યા હતા.જે દરમિયાન તેમના મકાનના દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું, અને મકાન ખુલ્લું
હતું.ત્યાં અંદર જઈને નિરીક્ષણ કરતાં મકાનની ઘરવખરી તથા કબાટ સહિતનો સામાન વેર વીખેર
જણાયો હતો. ત્યારબાદ નિરીક્ષણ કરતાં તેઓએ રાખેલી રૃપિયા ૮,૧૦૦ની રોકડ રકડ
અને સોનાની વીંટી, ચાંદીની ઝાંઝરી
સહિત સોના ચાંદીના દાગીના વગેરે મળી ૧.૩૨ લાખની મત્તાની ચોરી થઈ ગયાની ફરિયાદ
નોંધાવતાં જોડીયાના ઇન્ચાર્જ પી.આઇ. કે.ડી. જાડેજા બનાવવાના સ્થળે પહોંચી ગયા હતા, અને સમગ્ર મામલે
વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરના દલિતનગરમાં રહેતા વિશાલભાઈ મનજીભાઈ પરમાર નામના
યુવાનના મકાનમાં તસ્કરોએ પ્રવેશ કરી એક લેપટોપ તેમજ દસ હજારની રોકડ રકમ, અને ચાંદીના દાગીના ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ
પોલીસમાં નોંધાવી છે.આ ઉપરાંત તેના પાડોશમાં જ રહેતા કમલેશભાઈ ના રહેણાક મકાનને
ત્રીજા પાડોશી રાજુભાઈના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, અને અંદરથી ૨૦,૦૦૦ની રોકડ રકમની
ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ
નોંધાવ્યા બાદ પીએસઆઇ એન એમ ઝાલા બનાવના સ્થળે દોડી ગયા છે, અને તસ્કરોને
શોધવા માટેની કવાયત શરૃ કરી છે.