Malia Miana Clash And Firing : માળિયા મિયાણા પંથકમાં બાળકોની માથાકૂટમાં બે જૂથો વચ્ચે ધીંગાણું થયું હતું. જેમાં સામ-સામે ફાયરિંગમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે સાત લોકોને ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
ફાયરિંગની ઘટનામાં એકનું મોત, સાત ઈજાગ્રસ્ત
મળતી માહિતી પ્રમાણે, માળિયા મિયાણા આજે બપોરના સમયગાળામાં જોડ અને જામ પરિવારના છોકરાઓ વચ્ચે બોલાચાલી થવાની વાત ઘર સુધી પહોંચી મામલો વધ્યો હતો. જેમાં બંને જૂથના સભ્યો વાઘડિયા ઝાંપા નજીક સામ-સામે આવી પહોંચતા ધીંગાણું થયું હતું, આ દરમિયાન ફાયરિંગ થતાં હૈદર ઈલિયાસ જેડા નામના વ્યક્તિનું મોત થયું.
જ્યારે સાત વ્યક્તને ઈજાગ્રસ્ત થતા તેમને મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. ફાયરિંગની ઘટનાને લઈને Dy.SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકાયો છે અને શહેરમાં ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.