કચ્છ: જિલ્લામાં ઘણી સંસ્થાઓ સેવાભાવી કાર્યો કરી રહી છે. તેમાંની એક ભુજમાં આવેલી ઓમ પરિવર્તન સંસ્થા છે. જે ખાસ સનાતન ધર્મ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી જ્ઞાન આપે છે. આ સાથે બીજી પણ ઘણી પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થાના પ્રમુખ મયુરભાઈ ગોહિલ છે. જેઓ સભ્યો સાથે મળીને બાળકો, મહિલાઓ માટે અલગ-અલગ પ્રવૃત્તિઓ નિઃશુલ્ક કરવામાં આવે છે. આ સાથે પશુ-પક્ષીઓ માટે પણ આ સંસ્થા દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવે છે.
ઓમ પરિવર્તન સંસ્થા દ્વારા થતા સેવાકીય કાર્યો
કચ્છની ઓમ પરિવર્તન સંસ્થાના મયુરભાઈ ગોહિલએ જણાવ્યું હતું કે, આ સંસ્થાની શરૂઆત ગૌ-માતાની સેવાથી કરવામાં આવી હતી. જે સમયે લમ્પી વાયરસ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ગાયની સેવામાં ઘણા લોકોની જોડીને આ સંસ્થાએ કાર્યો કર્યાં હતા. આ સિવાય આ સંસ્થા દ્વારા ગૌ-વિજ્ઞાનનું મહત્વ સમજાવવા પાંચ દિવસીય કથાનું આયોજન કરવામાં આવે છે. આજે પણ ગાય માતા માટે બાળકોને પણ જ્ઞાન આપી જોડવામાં આવે છે.
બાળકો તથા મહિલાઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ
આ સંસ્થા દ્વારા બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધાઓમાં બાળકોને કંઈક શીખવા મળે તેવા પ્રયાસો કરવામાં આવે છે. મહિલાઓ માટે ખાસ રોજગારી મળી રહે તે માટે કાર્ય થાય છે. જેમાં આભલાં વર્ક કે સીવણ, બ્યુટી પાર્લરના કોર્સ નિઃશુલ્ક કરાવવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓમાં તેમને જોડવામાં આવે છે. મહિલાઓ પગભર બને તે માટે કાર્ય કરવામાં આવે છે.
માત્ર એક રૂપિયો સંસ્થાની ફી
ઓમ પરિવર્તન સંસ્થાના મયુરભાઈ ગોહિલ વધુમાં જણાવે છે કે, “તેમની સંસ્થામાં જોડાવવા માટેની ફી માત્ર એક રૂપિયો રાખેલ છે. માત્ર એક રૂપિયાની ફી ભરીને સંસ્થામાં જોડાઈ શકાય છે. આ સાથે સંસ્થામાં જોડાયેલા કોઈ પણ વ્યસનથી જોડાયેલ ન હોય, તે પણ જોવામાં આવે છે. આ સંસ્થામાં જોડાઈ ફ્રી કોર્સમાં પણ જોડાઈ શકાય છે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર