માત્ર એક મતથી બન્યા સરપંચ, પઢારિયા ગ્રામ પંચાયતની ચૂંટણીનું રસપ્રદ પરિણામ | Candidate becomes Sarpanch by 1 vote in Padhariya Gram Panchayat elections Mahesana

0
4

Panchayat Election Result: ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીના પરિણામ આજે બુધવારે (25 જૂન) જાહેર થઈ ચૂક્યા છે. જેમાં અમરેલીમાં વડીયાના ઈશ્વરીયા ગામે 80 વર્ષના બા સરપંચ બન્યા છે, તો ડાંગના ગલકુંડમાં પિતાએ પુત્રને હરાવ્યો છે. જ્યારે અરવલ્લીમાં ટાઈ પડતાં ચિઠ્ઠી ઉછાળીને સરપંચ જાહેર કરાયા છે. તો મહેસાણાના પઢારિયા ગામે સરપંચ પદના ઉમેદવારે 1 મતથી જીત હાસલ કરી છે. પઢારિયા ગ્રામ પંચાયતની ચૂંટણીનું રસપ્રદ પરિણામ આવ્યું છે, ત્યારે માત્ર એક મતથી સરપંચ બનેલા ઉમેદવારે પ્રતિક્રિયા આપી હતી. 

‘માત્ર એક મતથી બન્યા સરપંચ…’

ગુજરાતમાં આજે બુધવારે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે, ત્યારે ક્યાંક જીતની ખુશી તો ક્યાંક હારથી ઉમેદાવારો હતાશ થયા હોવાના દ્રશ્યો જોવા મળ્યો છે. જેમાં મહેસાણામાં પઢારિયા ગ્રામ પંચાયતનાી ચૂંટણીનું રસપ્રદ પરિણામ આવ્યું છે. જ્યાં રતનસિંહ ચાવડા સરપંચ પદના ઉમેદવાર હતા, જેઓ ફક્ત 1 મતના અંતરથી વિજયથી થતાં કૂતુહલ સર્જાયું હતું. 

આ પણ વાંચો: પિતાએ પુત્રને હરાવ્યો તો કોઈ એક વોટથી બન્યા સરપંચ, જુઓ ગુજરાતની પંચાયતની ચૂંટણીના પરિણામ

સરપંચના વિજેતા રતનસિંહ ચાવડાએ સાથે જણાવ્યું કે, ‘1 મતથી જીત થઈ છે, ત્યારે હું ગામના સર્વે સમાજના લોકોનો આભારમાનુ છું. અમારે કુલ 8 વોર્ડ છે. જેમાં કુલ 2041નું વોટિંગ થયુ છે. સરપંચ પદમાં બે ઉમેદવારો હતા, જેમાં મને 933 મત મળ્યા છે. 1 મતનું મુલ્યા આજે મને સમજાયુ.’

[ad_1]

Source link

RATE NOW

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here