- આવા વચેટિયાઓ વકીલના ડ્રેસમાં કચેરીમાં આંટા મારતા ફરે છે
- બાર એસોસિએશન દ્વારા મામલતદારને આવેદન આપી રજુઆત
- આવા નકલી વકિલો તથા વચેટીયાઓને મામલતદાર કચેરીમાંથી દુર કરવા રજુઆત
માણસા મામલતદાર કચેરીમાં બોગસ વકિલોનો ત્રાસ વધતાં આજે માણસા બાર એસોસિએશન દ્વારા આ મુદ્દે મામલતદાર વી.બી પટેલને આવેદનપત્ર આપી આવા નકલી વકિલો તથા વચેટીયાઓને મામલતદાર કચેરીમાંથી દુર કરવા રજુઆત કરી હતી. આ લોકોને ઈ-ધરા કેન્દ્ર તથા સર્કલ ઓફ્સિરની ઓફ્સિમાં પ્રવેશ નહીં આપવા જણાવ્યું હતું.
આ અંગે માણસા બાર એસોસિએશનના પ્રમુખ યોગેશ ઠાકોર એ જણાવ્યું કે, માણસા મામલતદાર કચેરીમાં કામકાજ માટે આવતા અરજદારોને પોતે વકીલ છે એવી ઓળખ આપી અરજદારો પાસેથી પૈસા પડાવતાં હોવાનુ ધ્યાને આવ્યું છે. આ તત્વો વકીલના જ ડ્રેસ્માં હોવાથી અરજદારો પણ તેમની વાતોમાં ફસાઈ જાય છે. આવા બોગસ અને બની બેઠેલા વકીલો ખોટી રીતે અરજદારો પાસેથી પૈસા પડાવી લેતા હોય છે. એટલું જ નહિ મામલતદાર કચેરીમાં બેરોકટોક આ પ્રકારના વચેટિયાઓ વિવિધ ઓફ્સિોમાં ઘુસી જાય છે. વિવિધ ડોક્યુમેન્ટમાં વકીલ ના હોવાછતાં સિક્કા બનાવી આઈડેન્ટિફાય કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. જેના લીધે વકિલોની ગરીમાને તથા ધંધા ને નુકસાન થઈ રહ્યું હોવાથી આજે આ પ્રશ્ને આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું પ્રમુખે કહ્યું હતું. આ અંગે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. માણસા બાર એસોસિએશનના પ્રમુખ યોગેશ ઠાકોર, ઉપ પ્રમુખ હરગોવિંદ પરમાર તથા અન્ય હોદ્દેદારો, સિનિયર નોટરી અશોકભાઈ ચૌધરી, એન.કે પરમાર , જે.આર. રાઠોડ, મંગળભાઈ કંસારા સહિત મોટી સંખ્યામાં વકિલો ઉપસ્થિત રહ્યાં હતા.
[ad_1]
Source link