- પોલીસે રેડ કરી તે પહેલા આરોપી ગાયબ થઈ ગયો
- પોલીસ બાતમીના આધારે પહોંચી ગઈ
- નટુજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી
માણસા શહેરના માલણ વિસ્તારમાં ઘર સામે જ ખૂલ્લી જગ્યામાં વિદેશી દારુ અને બિયરનો જથ્થો છૂપાવીને રાખ્યો હતો. જ્યાંસુધી પોલીસ બાતમીના આધારે પહોંચી ગઈ હતી અને તમામ જથ્થો જપ્ત કરી લીધો હતો. જોકે પોલીસે રેડ કરી તે દરમિયાન આરોપી સ્થળ પરથી ગાયબ હતો.
માણસા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.જોષી પોતાની ટીમ સાથે બપોરે પોલીસ સ્ટેશને હાજર હતા તે વખતે કોન્સ્ટેબલ ચેતનસિંહ ને ચોક્કસ પાકી બાતમી મળી હતી કે માણસા શહેરમાં માલણ વિસ્તારમાં રહેતો રોહિતજી નટુજી ઠાકોર નામનો ઈસમ તેના ઘર સામ ના ખુલ્લા વાડામાં લાકડાના ઢગલામાં ગેરકાયદે વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો લાવી તેનો સંગ્રહ કરી છૂટક વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી પણ રોહિતજી ઘરે મળી આવ્યો ન હતો. પોલીસે તેની ઘર સામેના વાડા ની ખુલ્લી જગ્યામાં લાકડાના ઢગલામાં તપાસ કરતા ત્યાંથી પ્લાસ્ટિકની એક મોટી કોથળી મળી આવી હતી. જેમાંથી બીયરના 2160 રૂપિયાની કિંમતના 18 ટીન મળી આવતા પોલીસે તમામ મુદ્દા માલ જપ્ત કરી ભાગી છૂટેલ રોહિતજી નટુજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.