- નર્મદાના નાંદોદ ગામે માલ ઉતરાવી પૈસા આપવા વાયદો કર્યો હતો
- વિશ્વાસમાં પાઇપો પહોંચાડી દીધા બાદ શખસે હાથ ઉંચા કર્યા
- બે લાખ મિટર પાઇપની ખરીદી કરી વિશ્વાસઘાત કર્યો
માણસા તાલુકાના લીંબોદરા ગામ ના પાટીયા પાસે આવેલી ટપક સિંચાઈ પધ્ધતિની પાઈપો બનાવતી ફેક્ટરી માંથી સુરતનો એક શખ્સ એજન્ટ બનીને આવી આ ફેક્ટરીનું મટીરીયલ પસંદ આવ્યું છે તેવું કહી બે લાખ મીટરની પાઈપોનો ઓર્ડર આપી નર્મદા તાલુકાના નાંદોદ ગામે માલ ઉતરાવી પૈસા આપવાનો વાયદો કર્યો હતો પરંતુ વાયદા પ્રમાણે પૈસા પણ આપ્યા ન હતા. વારંવાર ઉઘરાણી કરતા આ શખ્સે તેનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દેતાં પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાઈ આવતા ફેક્ટરી માલિકે સુરતના આ શખ્સ વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ માણસા શહેરમાં ઇટાદરા રોડ પર આવેલ હરિકુંજ બંગ્લોઝમાં રહેતા અને મૂળ માંગનાથ પીપળી તાલુકો વિસાવદરના વતની મનીષભાઈ રમેશભાઈ વવૈયા માણસા તાલુકાના લીંબોદરા ગામ ના બસ સ્ટેન્ડ સામે અર્થ ઇરિગેશન સિસ્ટમ નામની ભાગીદારીમાં કંપની ચલાવે છે. તેમની આ કંપનીમાં ટપક સિંચાઈ પદ્ધતિ ની પાઈપો અને મટીરીયલ બનાવી વ્યાપાર કરે છે. કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે તેમના ભાઈ જીગ્નેશભાઈ નોકરી કરે છે. આ કંપનીનું એક ગોડાઉન તાપી જિલ્લાના નિઝર ખાતે આવેલુ છે જ્યાં ત્યાંના ડિસ્ટ્રીબ્યુટર ઉપેન્દ્ર રાજપુત વહીવટ સંભાળે છે. થોડા દિવસ અગાઉ સુરતના કોસાડ વિસ્તારમાં સંસ્કૃત એવન્યુમાં રહેતો પ્રવીણભાઈ મનસુખભાઈ ગજેરા નામનો ઇસમ નિઝર ખાતે ના ગોડાઉન પર ગયો હતો અને ટપક સિંચાઈની પાઈપો જોઈ પોતે ઈરીગેશનની પાઇપનો એજન્ટ હોવાની ઓળખ આપી હતી. જેથી ત્યાંના સંચાલકે તેમને લીંબોદરા ખાતેની કંપની પર મોકલ્યા હતા. ત્યારબાદ આ ઈસમે કંપની પર આવી પાઇપનું મટીરીયલ જોઈ તેને આ માલ પસંદ આવ્યો છે અને મારે ઓર્ડર આવશે ત્યારે તમને હું જાણ કરીશ તેવુ કહી વિશ્વાસ કેળવી ચાલ્યો ગયો હતો.
ગત ઓક્ટોબર મહિનામાં કંપની પર હાજર મેનેજર જીગ્નેશભાઇને ફેન કરી ટપક સિંચાઈ પદ્ધતિની 16 એમ.એમ ની બે લાખ મીટર પાઇપનો તેણે ઓર્ડર આપ્યો હતો. આ પાઈપો નર્મદા તાલુકાના નાંદોદ ગામે મોકલાવવા જણાવ્યું હતું જેથી મેનેજરે આ એજન્ટના આધારકાર્ડ તેમજ પાનકાર્ડ ના આધારે જીએસટી સાથે 11 લાખ 12 હજાર રૂપિયાનું બિલ બનાવી તેને બતાવેલા સ્થળ પર માલ મોકલી આપ્યો હતો. ત્યારબાદ માલની ડિલિવરી થઈ ગયા પછી માલ મંગાવનાર પ્રવીણભાઈને ફેન કરતા તેમણે સાંજ સુધીમાં પેમેન્ટ ચૂકતે કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ સાંજ સુધીમાં પૈસા ન મળતાં જીગ્નેશભાઈ એ બીજા દિવસે ફેન કરી પેમેન્ટ ઉઘરાણી કરતાં બે-ત્રણ દિવસમાં ચૂકવી દઈશ એવો ભરોસો આપ્યો હતો. સુરતનો આ ઇસમ દર વખતે માલ ના પૈસા આપવના ખોટા વચન આપતો હતો અને છેલ્લે ફેન ઉપાડવાનું પણ બંધ કરી મોબાઈલ સ્વીચ ઓફ કરી દેતા કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડતાં કંપનીના ભાગીદાર મનીષભાઈએ સુરતના પ્રવીણભાઈ વિરૂદ્ધ 11,12,૦૦૦ છેતરપિંડી ની માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
[ad_1]
Source link