- પૂર્વ ધારાસભ્યએ ભગવો પહેરતા તેમના કાર્યકરો પણ જોડાયા
- સિદ્ધિવિનાયક દેવસ્થાનમાં કાર્યક્રમ યોજાયો
- અર્જુનસિંહ ચૌહાણે હાજર રહી 300થી વધુ કોંગ્રેસના કાર્યકરોને ભગવો ધારણ કરાવડાવ્યો
મહેમદાવાદના યાત્રાધામ સિદ્ધિવિનાયક દેવાસ્થન ખાતે મહેમદાવાદ વિધાનસભા ભાજપ દ્વારા તાલુકા અને શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણનો ભાજપમાં પ્રવેશ પામતા તેમના કાર્યકરો, મિત્રો, આગેવાનો સાથે મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને તાલુકાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે ઉપસ્થિત રહીને 300થી વધુ કોંગ્રેસના કાર્યકરોને ભગવો ધારણ કરાવડાવ્યો હતો. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા સાંસદ અને સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, તાલુકાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, વિપુલ પટેલ,ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ, ગૌતમ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય રાજેશ ઝાલા, જિ.પં. સદસ્ય ગોગજીપુરા-કઠલાલ, ભીખાભાઈ પરમાર તા.પં. પ્રમુખના પતિ, જિ. પં.ના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો શહેર-તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહી મહેમદાવાદ વિધાનસભાના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.