- અન્યની જમીન બતાવી તેમાં પ્લોટિંગ પાડવાનું હોવાનું કહી છેતરપિંડી કરી
- મહેમદાવાદમાં પ્લોટ વેચવાના બહાને ચૂનો લગાવતા તલાટી અને શિક્ષક વિરુદ્ધ ગુનો
- નડિયાદ જિલ્લા એસપીને લેખિત ફરીયાદ કરી
મહેમદાવાદમાં જમીનનો પ્લોટ વેચવાને બહાને એક પોલીસ જવાન સાથે તલાટી અને શિક્ષકે 3.70 લાખની છેતરપીંડી કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. મહેમદાવાદ તાલુકાના ઘોડાલી ગામમાં રહેતા અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાજદિપસિંહ ડાભી સાથે ખાત્રજ ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફ્રજ બજાવતા મોહબ્બતસિંહ ચૌહાણને સારી એવી મિત્રતા હતી જેથી મોહબ્બતસિંહ ચૌહાણે નવદીપસિંહ ચૌહાણ સાથે રાજદીપસિંહની મુલાકાત કરાવી. નવદિપસિંહ ચૌહાણ તલાટી કમ મંત્રી તરીકે ફ્રજ બજાવે છે. નવદીપસિંહે પોતે મોહબ્બતસિંબ સાથે ભેગા મળી ખેતીની જમીનો બીન ખેતીની કરાવી તેમાં પ્લોટીંગની સ્કીમો મુકતા હોવાનું જણાવી મહેમદાવાદ ખાતેના પ્લોટીંગમાં રૂપિયા રોકવાની વાત કરતા રાજદીપસિંહ ડાભી તૈયાર થઈ ગયા હતા અને એક ગુંઠાના 3.50 લાખ લેખે બે ગુઠા જમીન બુક કરાવી પહેલા બે લાખ રૂપિયા આપ્યા અને ત્યારબાદ 1.70 લાખ રૂપિયા આપી બાકીના રૂપિયા આપી દસ્તાવેજ કરવાનું કહેતા મહોબતસિંહ તેમજ નવદિપસિંહ દસ્તાવેજ કરાવી આપતા ન હોવાથી રાજદિપસિંહએ જરૂરી નકલો કઢાવી તપાસ કરતા ખબર પડી કે આ જમીન બીજાના નામે છે જેથી રાજદીપસિંહે વકીલ દ્વારા મહોબ્બતસિંહ તેમજ નવદિપસિંહને નોટિસ ફ્ટકારી હતી પરંતુ નોટિસનો પણ કોઈ પ્રતિ ઉત્તર ના આપતા નડિયાદ જિલ્લા એસપીને લેખિત ફરીયાદ કરી છે.