- ગંદકીના પગલે લોકોમાં રોગચાળો ફેલાવવાનો ભય
- મહેમદાવાદ શહેર ઔડામાં સમાવિષ્ટ થતા શહેરમાં વિકાસ હરણફળ ભરે
- શહેરના વોર્ડ નંબર ત્રણના વાલીખાણ વિસ્તાર નો સમાવેશ થાય
મહેમદાવાદ શહેર ઔડામાં સમાવિષ્ટ થતા શહેરમાં વિકાસ હરણફળ ભરે છે. જ્યારે બીજી બાજુ શહેરના કેટલાક વિસ્તારોમાં ગંદકીને કારણે રોગચાળા નો ભય ઉભો થયો છે. જેમાં શહેરના વોર્ડ નંબર ત્રણના વાલીખાણ વિસ્તાર નો સમાવેશ થાય છે.
મહેમદાવાદ શહેર વાલીખાણ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકી એ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે આ વિસ્તાર મા ગટરો ઉભરાવવા નો સિલસિલો સતત ચાલુ જ રહે છે જેને કારણે ગટર ના ગંદા પાણી થી તળાવ ભરાઈ ગયું છે જે બાબતે આ વિસ્તારના પાલિકાના ચૂંટાયેલા સભ્ય ને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં સત્તામાં બેઠેલા કેટલાક લોકીને આ ગરીબોનો અવાજ કાન સુધી પહોચતો નથી. આ વિસ્તારમાં એટલી હદે ગંદકી ફ્લાયેલી છે. કે આ વિસ્તાર મા ગમેત્યારે રોગચાળો ફેલાય અને કોઈક નો લાડકવાયો રોગચાળા નો ભોગ બંને તો નવાઈ નહિ તો ગટર ના ગંદા પાણી ને કારણે મચ્છરો નો પણ સખત ઉપદ્રવ વધી ગયો છે માટે બંને તેટલું જલ્દી આ વિસ્તારમાંથી ગટર ના ગંદા પાણી નો નીકાલ થાય તેવી વિસ્તારના રહીશોની માંગ છે.