- સરકારી હોસ્પિટલમાં આખલો ફરી રહ્યો હોવાનો વિડીયો વાયરલ
- હાઈકોર્ટની ટકોર બાદ પણ મહુવામાં રખડતા ઢોરોનો આતંક યથાવત
- હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો
મહુવા શહેરના રાજમાર્ગો પર આખલાઓ યુદ્ધ કરતા હોય તેવા દ્રશ્યો હવે સામાન્ય બન્યા છે. પરંતુ આજે તો આખલાએ હદ કરી હોય તેમ આજે એક આખલો મહુવાના સરકારી હોસ્પિટલમાં ઘુસી ચડ્યો હતો અને બેફામ બનીને લેબોરેટરી સહિતના હોસ્પીટલના અલગ અલગ વિભાગોમાં આંટાફેરા માર્યા હતા. જેના લીધે દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
હોસ્પીટલની અંદર રખડતા ઢોર ઘૂસવાની ઘટના બનતા દર્દીઓ સહીત સ્થાનિક લોકોમાં પણ વહીવટી તંત્ર દ્વારા દાખવવામાં આવતી બેદરકારી અંગે રોષ સર્જાયો છે. રખડતા ઢોરને પાંજરે પુરાવા માટે પાલિકા સખત પગલાં ભારે તેવી શહેરીજનો માગ કરી રહ્યા છે.