મહુવાના કુબેરબાગમાં આડેધડ પાર્કિંગની સમસ્યાથી વાહનચાલકો ગળે આવી ગયા | The problem of haphazard parking in Kuberbagh of Mahu has left motorists reeling

HomeBHAVNAGARમહુવાના કુબેરબાગમાં આડેધડ પાર્કિંગની સમસ્યાથી વાહનચાલકો ગળે આવી ગયા | The problem...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

– ઈમરજન્સી સેવાના વાહનોને પસાર થવામાં વેઠવી પડતી હાલાકી

– બાંધકામના માલસામાનના પણ રસ્તા ઉપર થડકલા ખડકી રાખવામાં આવે છે, નગરપાલિકા અને પોલીસ તંત્રના આંખ આડા કાન 

મહુવા : મહુવા શહેરના હાર્દ સમાન કુબેરબાગ વિસ્તારમાં રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ અને રસ્તા ઉપર માલસામાનના થડકલા ખડકી રાખવાની સમસ્યાથી  વાહનચાલકો ગળે આવી ગયા છે. ખાસ કરીને આ વિસ્તારમાં હોસ્પિટલો આવેલી હોય, દર્દીઓને લઈને આવતા ઈમરજન્સી સેવાના વાહનોને પસાર થવામાં હાલાકી વેઠવી પડી રહી છે.

મહુવાના કુબેરબાગ વિસ્તારને ડોક્ટર હાઉસ કહીં શકાય તેમ છે. આ વિસ્તારમાં ઘણી હોસ્પિટલો આવેલી છે. જેથી એમ્બ્યુલન્સ સહિત ઈમરજન્સી સેવાના વાહનોની સતત અવર-જવર રહે છે. પરંતુ અહીં કન્સ્ટ્રક્શનના કામો ચાલતા હોવાથી રસ્તા ઉપર સીમેન્ટ, કપચી, રેતી વગેરે મટીરિયલ્સ તેમજ બાંધકામને લગતા સાધનો રસ્તા ઉપર જ પડયાં રહે છે. તેમજ બિલ્ડરોના વાહનો પણ રોડ વચ્ચે જ પાર્ક કરેલા રાખવામાં આવતા હોવાથી નાના-મોટા વાહનચાલકો, ઈમરજન્સી સેવાના વાહનો વગેરેને પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડે છે. આડેધડ વાહન પાર્કિંગ કરતા લોકોને તંત્રનો કોઈ ડર જ ન હોય તેમ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ કારણે અહીં ટ્રાફિક સમસ્યા કાયમી બની છે. તેમ છતાં નગરપાલિકા અને પોલીસ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. હોસ્પિટલોથી ધમધમતા કુબેરબાગ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા નગરપાલિકા તંત્રએ બાંધકામને લગતા માલસામાનનો રસ્તા ઉપર રાખનાર લોકો સામે તેમજ રસ્તા ઉપર મનફાવે તેમ વાહન પાર્ક કરનારા વાહનચાલકો સામે પોલીસ વિભાગે દંડનિય કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં માંગણી ઉઠી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon