- બાળકો પણ આ માર્ગના લીધે શાળાએ મોડા પહોંચતાં હોવાની રાવ
- રસ્તો મંજૂર પણ કામગીરી હાથ ન ધરાતાં 40 પરિવાર મુશ્કેલીમાં
- ખુટજ શાળાના મુખ્ય શિક્ષકે પણ આ બાબતે ઉચ્ચસ્તરે લેખિત રજૂઆત કરી
મહુધા તાલુકાના ખૂટજ ગામની અવદશા દર્શાવતો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં પ્રસુતા મહિલાને ગામનાકેટલાક માણસો ખાટલા સાથે ઉચકીને ગામનો કાદવ કિચડવાળો રસ્તો પાર કરાવી રિક્ષામાં બેસાડે છે.
ખુટજ આબલાપુરા ગામનો રસ્તો બનાવવા માટે મંજૂરી મળી ગઈ હોવા છતાં રસ્તો નવો બનાવાતો ન હોવાથી આંબલાપુરા ખેતરમાં રહેતા 40 જેટલા પરિવારોને પારા વાર તકલીફ્ પડી રહી છે. તેમજ ખુટજ શાળાના મુખ્ય શિક્ષકે પણ આ બાબતે ઉચ્ચસ્તરે લેખિત રજૂઆત કરી છે કે, આબલાપુરાના 40થી વધુ બાળકોને કાદવ કિચડ વાળો રસ્તો પાર કરી શાળાએ આવતા મોડું થાય છે અને વધારે કિચડ હોય ત્યારે બાળકો શાળામાં પણ આવી શકતા નથી તો ગામના સરપંચે પણ આ બાબતે તાલુકાના મુખ્ય અધિકારીઓને રજૂઆત કરી રસ્તો બનાવવા વિનંતી કરી છે.